IPL 2021: આગામી આઇપીએલમાં આ જોરદાર રોકોર્ડ પોતાના નામે કરી શકે છે પંત

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર ઋષભ પંતને માનવામાં આવી રહ્યો છે. તેની આવનારી આઇપીએલમાં અનોખો રેકોર્ડ પોતાને નામે કરવાનો મોકો છે. દિલ્લીના કેપ્ટન શ્રેયસ ઐયર ઈજા ગ્રસ્ત થતા તેને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું અને તેની જગ્યાએ ઋષભ પંતને કેપ્ટનશીપ સોપવામાં આવી છે. દિલ્લી કેપીટલ્સ ગત વર્ષે ફાઇનલ સુધી પહોંચી હતી માટે પંત પાસે આ વર્ષે પણ વધારે આશા રાખવામાં આવી રહી છે.

    ઋષભ પંત તેના કરિયરમાં આ પાંચમી સીરઝન એક જ ટીમ માટે રમી રહ્યો છે. ગત સિઝન તેના માટે ખાસ રહી ન હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે તેનું પ્રદર્શન ખુબ જ સારુ રહ્યં છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેને સારુ પ્રદર્શન કરીને ટીમને સફળતા અપાવી હતી. જેના કારણ તેને લીમીટેડ ઓવરની મેચમાં પણ સ્થાન મળ્યું હતું.

    દેશમાં કોરોનાનો કહેર યથાવત: 96 હજાર નવા કેસ નોંધાયા, 446 લોકોનાં મોત

    પંતને કરિયરની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું રીપ્લેસમેન્ટ માનવામાં આવી રહ્યુ છે. પરંતુ ટીમ ઇન્ડિયામાં જોડાયા બાદ થોડો સમય તેનું પરફોમન્સ થોડુ ખરાબ રહ્યું હતું. જેના કારણે વિકેટ કિપર તરીકે કે.એલ રાહુલને સ્થાન આપવામાં આ્વ્યું હતું. પરંતુ ફરી એકવાર પંતને લીમીટેડ ઓવરોમાં સ્થાન મળ્યું. હવે તેને આઇપીએલમાં પણ કોપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

    -ઋષભ પંત ટી 20 માં 300 ચોગ્ગાથી 25 દૂર છે.
    -આઈપીએલમાં તે 200 ચોગ્ગામાંથી 17 ચોગ્ગા દૂર છે. જો પંત આ કરે તો તે વીરેન્દ્ર સેહવાગ પછી દિલ્હી કેપિટલનો બીજો બેટ્સમેન બનશે.
    -ઋષભ પંત આઈપીએલમાં 50 કેચથી 4 કેચ દૂર છે.
    - વિકેટકીપર તરીકે તે આઈપીએલમાં 50 કેચથી 7 કેચ દૂર છે. જો તે આમ કરે છે, તો તે દિલ્હી કટિલ્સનો પ્રથમ વિકેટકીપર બનશે.
    - આઇપીએલ 2020 માં ઋષભ પંતની સ્ટ્રાઇક રેટ (113.95) 44 બેટ્સમેનોમાં જેણે 10 થી વધુ ઇનિંગ્સ રમી છે તેમા તે ત્રીજા સ્થાન પર છે આમાં પ્રથમ નંબર પર ગ્લેન મેક્સવેલ (101.88) બીજા નંબર પર એરોન ફિંચ (111.20) છે.
    - ઋષભ પંતે આઈપીએલમાં નંબર 1 થી 8 સુધીની દરેક પોઝિશન પર બેટિંગ કરી છે.
    -ત્રીજા નંબરે બેટિંગ કરતા ઋષભ પંતની આઈપીએલમાં એવરેજ 39.9 અને સ્ટ્રાઇક રેટ 157.9 છે, જ્યારે અન્ય પોઝીશનમાં તેની એવરેજ 28.0 અને સ્ટ્રાઇક રેટ 140.1 છે.
    -- જસપ્રિત બુમરાહ આઈપીએલમાં એકમાત્ર બોલર છે જેણે ઋષભ પંતને 4 કે તેથી વધુ વખત આઉટ કર્યો છે.
    Published by:kuldipsinh barot
    First published: