IPL 2021 Final: ધોનીની ટીમનો ડંકો, ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથી વખત આઈપીએલમાં ચેમ્પિયન

સીએસકેની ટીમ ચોથી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવા સફળ રહી (તસવીર- બીસીસીઆઈ)

IPL 2021 Final CSK vs KKR live cricket score- પ્લેસિસે 59 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે 86 રન બનાવ્યા, ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 27 રને વિજય મેળવ્યો

  • Share this:
    દુબઈ :  ફાફ ડુ પ્લેસિસના (Faf du Plessis )86 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings)આઈપીએલ-2021ની ફાઇનલમાં (IPL 2021 Final)કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)સામે 27 રને વિજય મેળવ્યો (Chennai Super Kings won by 27 runs)છે. સીએસકેની ટીમ ચોથી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવા સફળ રહી છે. આ પહેલા 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ ત્રીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવાનું કેકેઆરનું સપનું રોળાયું છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા.

    લાઇવ મેચ એપડેટ્સ

    કોલકાતા નાઇટ રાઇડર્સ

    -ચેન્નાઈ તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ, જાડેજા, હેઝલવુડે 2-2 વિકેટ ઝડપી હતી

    -રાહુલ ત્રિપાઠી 2 રને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો

    -ઇયોન મોર્ગન 4 રને આઉટ

    -શાકિબ અલ હસન 00 રને એલબી આઉટ

    -દિનેશ કાર્તિક 9 રને જાડેજાનો શિકાર બન્યો

    -શુભમન ગિલના 43 બોલમાં 6 ફોર સાથે 51 રન

    -સુનીલ નરૈન 2 રને હેઝલવુડનો શિકાર બન્યો

    -નીતિશ રાણા 00 રને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો

    -વેંકટેશ ઐયરના 32 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 50 રન

    -કોલકાતાએ  5.4 ઓવરમાં 50 રન બનાવ્યા

    આ પણ વાંચો - T20 World Cup બાદ કેપ્ટન કોહલી જ નહિં ટીમ ઈન્ડિયાના મોટા ભાગના ખેલાડી બદલાશે

    ચેન્નાઇ સુપર કિંગ્સ

    -ચેન્નાઈ સુપર કિંગ્સે  20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા

    -મોઇન અલીના 20 બોલમાં 2 ફોર, 3 સિક્સર સાથે અણનમ 37 રન

    -પ્લેસિસે 59 બોલમાં 7 ફોર 3 સિક્સર સાથે 86 રન બનાવ્યા

    -રોબિન ઉથપ્પા 15 બોલમાં 31 રન બનાવી આઉટ

    -ચેન્નાઈએ 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -પ્લેસિસે 35 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે 50 રન પુરા કર્યા

    -ગાયકવાડ 27 બોલમાં 32 રન બનાવી નરૈનનો શિકાર બન્યો

    - આઇપીએલ-2021ની ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો - T20 World Cup: વર્લ્ડ કપ જીતનારી ટીમને મળશે કેટલી રકમ? ICCએ કરી જાહેરાત

    બંને ટીમો આ પ્રમાણે છે

    ચેન્નાઇ સુપર કિંગ્સ- ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઇન અલી, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ.

    કોલકાતા નાઇટ રાઇડર્સ- વેંકટેશ ઐયર, શુભમન ગિલ, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઇયોન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, સુનીલ નરૈન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી, લોકી ફર્ગ્યુશન.
    Published by:Ashish Goyal
    First published: