Home /News /sport /

IPL 2021 Final: CSKની જીતના પાંચ મુખ્ય કારણો જે બન્યા KKRની હાર માટે જવાબદાર, 11મી ઑવરમાં બાજી પલટી

IPL 2021 Final: CSKની જીતના પાંચ મુખ્ય કારણો જે બન્યા KKRની હાર માટે જવાબદાર, 11મી ઑવરમાં બાજી પલટી

KKR સામે CSKની મેચની બાજી KKRની ઈનિંગની 11મી ઓવરથી પલટાઈ લીધો. તસવીર- iplt20.com

CSK VS KKR IPL Final 2021: ચેન્નાઈ સુપરકિંગ્સે (Chennai Super kings) ત્રણ વર્ષ બાદ ફરી એકવાર આઈપીએલ ખિતાબ જીત્યો છે. ટીમ આઈપીએલ 2021એ ફાઇનલમાં કેકેઆરને 27 રને હરાવી હતી. છેલ્લે આઈપીએલમાં ધોનીની ચેન્નાઈ 2018માં જીતી હતી. જાણો ચેન્નાઈની જીતના પાંચ મુખ્ય કારણો

વધુ જુઓ ...
    દુબઈ: આખરે ગઈકાલે રમાયેલી આઈપીએલ 2021ની ફાઈનલમાં (IPL 2021 Final)  ઈતિહાસ લખાઈ ગયો. 300મી મેચ રમી રહેલા કેપ્ટન કૂલ મહેન્દ્રસિંઘ ઘોનીની ચેન્નાઈ સુપરકિંગ્સે ચોથીવાર આઈપીએલની ટ્રોફી (CSK Won Fourth IPL Trophy)  જીતી લીધી. ચેન્નાઈએ 27 રનથી કોલકત્તાને (CSK Won VS KKR)  હરાવી અને અને કેકેઆરને ત્રીજીવાર ટ્રોફી જીતતા અટકાવી. કેકેઆરના અનેક ચાહકોનું દિલ તૂટ્યું તો ચેન્નાઈના કેટલાય ચાહકો ખુશખુશાલ થઈ ગયા. ચેન્નાઈએ આપેલા 192 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કેકેઆર ફક્ત 165 રનમાં સમેટાઈ ગયું. સીએસકે વતી સૌથી વધુ ફાફ ડુ પ્લેસીએ (faf du Plessis Batting VS KKR)  સૌથી વધુ 86 રન બનાવ્યા તો લકી મેન શાર્દુલ ઠાકુરે ચેન્નાઈની (Shardul Thakur Bowling VS KKR) જીતમાં વાપસી કરાવી. શાર્દુલ પહેલાં ટી-20 વર્લ્ડકપનો ભાગ નહોતો પરંતુ તેને અક્ષર પટેલના સ્થાને લેવામાં આવ્યો છે. આ પાંચ મુખ્ય કારણો છે જેના કારણે ચેન્નાઈની આઈપીએલમાં જીત થઈ

    ચેન્નાઈની દમદાર ઓપનિંગ

    ચેન્નાઈ સુપર કિંગ્સને મેચમાં સારી શરૂઆત મળી. ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિએ પ્રથમ વિકેટ માટે 8.1 ઓવરમાં 61 રન જોડ્યા હતા. આ કારણે ટીમ મોટા સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ઋતુરાજે 27 બોલમાં 32 રન બનાવ્યા જ્યારે ફાફ ડુ પ્લેસિસે 59 બોલમાં 86 રન બનાવ્યા. બંનેએ સિઝનમાં 600 થી વધુ રન બનાવ્યા હતા.

    ઉથ્થપા મોઇન અલીનો મહત્ત્વનો ફાળો

    મધ્ય ઓવરમાં પણ CSK એ રન રેટ ઘટવા દીધો ન હતો. આમાં રોબિન ઉથપ્પા અને મોઇન અલીનો ફાળો મોટો હતો. ઉથપ્પાએ 15 બોલમાં 31 રન બનાવ્યા હતા. સ્ટ્રાઇક રેટ 207 હતો. આ સાથે જ મોઇન અલીએ 20 બોલમાં 37 રન બનાવ્યા હતા. સ્ટ્રાઇક રેટ 185 હતો.

    આ પણ વાંચો : IPL 2021 Final: ધોનીની ટીમનો ડંકો, ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથી વખત આઈપીએલમાં ચેમ્પિયન

    સારી ઓપનિંગ બાદ પણ KKRનો ધબડકો

    KKR એ લક્ષ્યનો પીછો કરતા સારી શરૂઆત કરી. CSK એ નબળી ફિલ્ડિંગ પણ કરી હતી, પરંતુ દબાણ બાદ પણ ટીમ વિખેરાઈ નહોતી. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પ્રથમ વિકેટ માટે 91 રન જોડ્યા હતા. આ પછી ટીમે માત્ર 100 રન જ બનાવવાના હતા. જોકે છતાં ટીમનો ધબડકો થઈ ગયો જે ચેન્નાઈની મજબૂત રણનીતિના કારણે થયું હતું.

    11મી ઑવરમાં મેચની બાજી પલટી

    કેકેઆરની ઇનિંગ્સની 11 મી ઓવર મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે આ ઓવરમાં અય્યર અને નીતિશ રાણાને આઉટ કર્યા હતા. અય્યરે સિઝનમાં 400 થી વધુ રન બનાવ્યા હતા જ્યારે રાણાએ 380 થી વધુ રન બનાવ્યા હતા. પરંતુ રાણા આ મોટી મેચમાં નિષ્ફળ રહ્યો.

    આ પણ વાંચો :  T20 World Cup: પાકિસ્તાન ટીમના કોચનું ભારત સામે મેચ પહેલાં રાજીનામું, 'માસ્તરે' પરીક્ષા પહેલાં 'વિદ્યાર્થીઓ'ને રઝળાવ્યા

    ધોનીનો જાડેજા પર વિશ્વાસ

    CSK એ મેચમાં માત્ર 5 બોલરોને અજમાવ્યા. વેંકટેશ અય્યરે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. આ પછી પણ, ધોનીએ તેનામાં વિશ્વાસ મૂક્યો અને તેને તેનું ઈનામ પણ મળ્યું. સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ 15 મી ઓવરમાં દિનેશ કાર્તિક અને શાકિબની વિકેટ લીધી હતી. આમ સર જાડેજાનો જાદૂ ફરી ચાલ્યો અને ચેન્નાઈ જીત તરફ ભણી
    Published by:Jay Mishra
    First published:

    Tags: Chennai super kings, Ipl 2021, IPL Champion, Ms dhoni

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन