Home /News /sport /IPL Final 2021: ચેન્નાઈ સુપરકિંગ્સનું 'ઘોડું' દશેરાએ દોડશે? જાણો IPLની ફાઇનલમાં કેટલીવાર જીતતા જીતતા રહી ગઈ CSK
IPL Final 2021: ચેન્નાઈ સુપરકિંગ્સનું 'ઘોડું' દશેરાએ દોડશે? જાણો IPLની ફાઇનલમાં કેટલીવાર જીતતા જીતતા રહી ગઈ CSK
મહેન્દ્રસિંઘ ધોની કદાચ આઈપીએલની છેલ્લી ફાઇનલ રમી રહ્યો છે ત્યારે આઈપીએલમાં ચેન્નાઈનો રેકોર્ડ જાણવા મજેવો છે. (તસવીર- AFP)
IPL Final 2021 CSK VS KKR: એમ.એસ ધોનીના (M.S.Dhoni)ના નેતૃત્વવાળી ચેન્નાઈ બ્રિગેડ તેમની ચોથી આઈપીએલ ટ્રોફી લેવા માટે સજ્જ છે, 2008માં આઈપીએલના ઉદ્ઘાટનની સીઝનથી અત્યારસુધીની જર્ની કેવી છે જાણો આ ખાસ અહેવાલમાં
આજે 2021ની આઈપીએલની ફાઇનલનો મુકાબલો ખેલાશે (IPL Final 2021) આઈપીએલની ફાઇનલ મેચો હંમેશા અપસેટ માટે જાણીતી છે ત્યારે આજે આ ફાઇનલમાં ઓલ ટાઇમ ફેવરીટ ચેન્નાઇ સુપરકિંગ્સનો સાત વર્ષે આઈપીએલની ફાઇનલમાં પહોંચેલી કેકેઆર સાથે થવાનો છે (IPL Final 2021 CSK VS KKR). ચેન્નાઈ સુપરકિંગ્સ આ વખતે 9મીવાર આઈપીએલની ફાઇનલમાં પહોંચી છે. ધોની સેના આ વખતે ચોથીવાર ટ્રોફી જીતવાનો પ્રયાસ કરવાની છે ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે આઈપીએલમાં કેટલીવાર ચેન્નાઈ ફાઇનલમાં પહોંચી (IPL 2021 Final chennai Super kings Performance in IPL Finals), કેટલીવાર જીતી કેવો છે અત્યારસુધીમાં આઈપીએલની ફાઇનલમાં ધોની બ્રિગેડનો રેકોર્ડ.
IPL Final 2008: પ્રથમ આઈપીએલની ફાઇનલ વર્ષ 2008માં રમાઈ હતી. આ ફાઇનલ તો છેલ્લા બૉલ સુધી દિલધડક હતી. આ ફાઇનલમાં ચેન્નાઈ જ જીત માટે ફેવરિટ હતી છતાં અંડરડૉગ્સ ગણાતી રાજસ્થાન રોયલ્સ આ આઈપીએલ જીતી ગઈ. શેન વૉર્નની ટીમે યુસુફ પઠાણની આક્રમક બેટિંગ દ્વારા મેચ જીતી. વૉર્ને આ મેચમાં 3 વિકેટ ઝડપી અને 56 રન કર્યા હતા. ચેન્નાઈ પ્રથમ આઈપીએલમાં ટ્રોફી જીતતા જીતતા રહી ગઈ.
2010 IPL ફાઇનલ
2009ની હારમાંથી પાઠ શીખીની આઈપીએએલ 2010માં ચેન્નાઈ ફરી આગળ વધી. સમગ્ર ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરતા આઈપીએલમાં ધોની સેના ફરીવાર ફાઇનલમાં પહોંચી. 168 રનનો ટાર્ગેટ ચેઝ કરતા કરતાં ધોની સેના સામે મુંબઈની હાર થઈ અને આવી રીતે ચેન્નાઈએ પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો
2011 IPL ફાઇનલ
2011ની ફાઇનલમાં યેલ્લો બ્રિગેડને પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવાનું હગતું. આ વખતે ફાઇનલનો મુકાબલ થયો હતો ડેનિયલ વિટ્ટોરીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે. બેંગ્લોર સામેની ફાઇનલમાં મુરલી વિજય 95 રનની મદદથી આઈપીએલની ફાઇનલમાં ધોની સેના 205 રન ખડકી અને સફળ થઈ હતી. આરસીબી આ રન ચેઝ ન કરી શકી અને ધોની સેનાનો વિજય થયો.
ચેન્નાઈ માટે આ નવો રેકોર્ડ હતો. સતત ત્રીજીવાર ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ હતો. 190 રનનો ટોટલ ખડકી ચેન્નાઈ ચોથી ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરી.જોકે, કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે આ ફાઇનલમાં સપાટો બોલાવ્યો. માનવિંદર બિસલાના 89 રનની ઇનિંગે કોલકત્તાને પ્રથમ ટાઇટલ અપાવ્યું.
2013 IPL ફાઇનલ
ચેન્નાઈ માટે આ સતત ચોથીવાર ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરી અને માત્ર 148 રનનો સ્કોર ખડકી શકી. જોકે, ચેન્નાઈ માટે આ સ્કૉર ઓછો પણ પડકારજનક હતો. પોલાર્ડના 60 રને રંગ રાખ્યો હતો. પરંતુ ચેન્નાઈ માટે આ સ્કૉર પાર કરવો મુશ્કેલ બન્યો અને મુંબઈ પ્રથમ ટ્રોફી જીત્યું
2015 IPL ફાઇનલ
2014ની આઈપીએલ ચેન્નાઈ માટે એટલી હદે સારી નહોતી રહી જેટલી રહેવી જોઈતી હતી. જોકે, 2015માં ચેન્નાઈ ફરી આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી અને ફાઇનલમાં પહોંચી ગઈ. આઈપીએલ ફાઇનલમાં ફરી મુંબઈ અને ચેન્નાઈનો મુકાબલો થયો. મુંબઈએ 202 રનનો માતબર સ્કૉર ખડકી નાખ્યો અને ચેન્નાઈ ફક્ત 161 રન કર્યા અને મુંબઈ મુકાબલો જીતી ગઈ છે.
2015 બાદ બે વર્ષ સુધી ચેન્નાઈ ફાઇનલમાં પહોંચી ન શકી. છતાં 2018માં શેન વોટ્સનની શાનદાર ઇનિંગથી જીત મળી. શેન વૉટ્સનની ઇનિંગે 178 રનના જુમલાને ચેઝ કરતા કરતા 178 રનનો સ્કોર ચેઝ કરતા કરતા કરતા જીતી શકી હતી.
2019 IPL ફાઇનલ
2019ની ફાઇનલમાં ચેન્નાઈનો મુકાબલો ફરી મુંબઈ સામે થયો હતો. રોહિત શર્માની આગેવાનીમાં આ ફાઇનલમાં રસાકસીએ તમામ હદ વટાવી દીધી હતી. મુંબઈના 148 રનના નાના સ્કોર સામે છેલ્લી ઓવરમાં ચેન્નાઈ માટે 1 રનથી હાર સામે આવી. લસિથ મલિંગાની આક્રમક બોલિંગે મુંબઈને જીત અપાવી અને આઈપીએલમાં જીત મળી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર