IPL 14: આવક વધારવા પ્રેક્ષકોને મંજૂરી અપાઈ, શું આ જોખમ લેવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાંતો

આઈપીએલના બીજા ચરણની મેચો 19મી તારીખથી શરૂ થશે.

કોરોના મહામારીના (Coronavirus) કારણે IPLની 14મી (IPL 2021)  સિઝન પૂરી થઈ શકી નહોતી. હવે તેના બાકીના મેચ આગામી 19 સપ્ટેમ્બરથી UAE ખાતે રમાશે.

  • Share this:
નવી દિલ્હી:  કોરોના મહામારીના (Coronavirus) કારણે IPLની 14મી (IPL 2021)  સિઝન પૂરી થઈ શકી નહોતી. હવે તેના બાકીના મેચ આગામી 19 સપ્ટેમ્બરથી UAE ખાતે રમાશે. પ્રથમ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે. IPLની બાકીની મેચોને લઈ દર્શકો ભારે ઉત્સાહ છે. IPLની મેચ કોરોનાના નિયમોને (Coronas rules)ધ્યાનમાં રાખીને દુબઈ, શારજહ અને અબુ ધાબી ખાતે મર્યાદિત દર્શકોની ઉપસ્થિતીમાં રમાડવામાં આવનાર છે.

જોકે, મર્યાદિત સંખ્યામાં હાજરી આપવાની હોવા છતાં 2019 બાદ પહેલી વખત એવું બની રહ્યું છે કે, ચાહકો IPLની મેચ સ્ટેડિયમમાં નિહાળી શકશે. પરંતુ શું દર્શકો માટેનો આ નિર્ણય ફાયદાકારક નીવડશે? આ બાબતે બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ અને એચપી એશિયા, મોટોરોલા અને પેપ્સિકો ઈન્ડિયાના ભૂતપૂર્વ માર્કેટિંગ વડા લોઇડ મેથિયાસે મનીકન્ટ્રોલને જણાવ્યું હતું કે, પ્રેક્ષકોનું પુનરાગમન કોઈપણ રમત માટે સારું છે. તેથી પ્રેક્ષકોની સામે રમાનાર IPL 14નો બીજો તબક્કો આવકારદાયક છે. રેકોર્ડ કરેલી તાળીઓ કરતા પ્રેક્ષકોની હાજરી પ્રસારણને વધુ જીવંત બનાવવામાં મદદ કરશે.

ટિકિટથી થતી કમાણી

દર્શકોની હાજરી IPLને રંગીન બનાવવાની સાથે કમાણી પણ કરી આપશે. ફ્રેન્ચાઇઝીને પણ રાહત થશે. તેઓ ટીકીટના વેચાણથી રૂ. 400 કરોડની કમાણી કરી શકશે. મેચ દીઠ રૂ. 3થી 5 કરોડની ટીકીટ વેચાય તેવી શક્યતા છે. જોકે, UAEમાં ટુર્નામેન્ટ રમવાની હોવાથી ફ્રેન્ચાઇઝીને ભારતમાં રમવા જેટલો ફાયદો થશે નહીં. ભારતની વ્યવસ્થામાં તે વધુ સારો ઇન્કમ સોર્સ બની શકે છે, તેવું લોઈડ મેથિયાસનું માનવું છે.

તેઓ વધુમાં કહે છે કે, દુબઈ, શારજાહ અને અબુ ધાબીના સ્ટેડિયમ નાના છે. દરેકની ક્ષમતા આશરે 20,000 દર્શકોની જ છે. ઉપરાંત કોવિડ પ્રોટોકોલ હજી પણ અમલમાં છે. મને લાગે છે કે, સ્ટેડિયમમાં બધી જ સીટ ભરવાની પરવાનગી નહીં મળે.

સ્ટેડિયમના પ્રેક્ષકોની હાજરીથી આવકમાં વધુ વધારો નહીં?

ચાહકોની હાજરીથી IPLને ફાયદો નહીં થાય? તેના જવાબમાં તેઓ કહે છે કે, મેચ-ડેની આવક IPLની એકંદર આવકના પ્રમાણમાં ઓછી છે. જેથી બ્રાન્ડ વેલ્યુ પર તેની નોંધપાત્ર અસર નહીં પડે. ટિકિટના ભાવ, મર્ચેન્ડાઇઝિંગ, ફૂડ અને બેવરેજીસ સહિત મેચ-ડેની આવકમાંથી IPL ફ્રેન્ચાઇઝીઓની આવક તેમની સરેરાશ આવકના 20 ટકાથી પણ ઓછી છે!

ગત સિઝનમાં IPL પ્રેક્ષકો વગર રમાઈ હતી. ત્યારે કેટલાક નિષ્ણાતોનું કહેવું હતું કે, સ્ટેડિયમમાં કોઈ પ્રેક્ષકો ન હોવાથી સિઝનમાં ઓન ગ્રાઉન્ડ એક્ટિવેશન શક્ય નહોતું અને ફ્રેન્ચાઇઝીએ 15-20 કરોડ રૂપિયા જવા દેવા પડ્યા હતા. બેવરેજીસ અને નાસ્તાના વેચાણ તેમજ ગ્રાહકો માટે પ્રમોશન કરવા IPL ટિકિટ અને કોર્પોરેટ બોક્સનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઘટતા ફિલ્ડ એક્ટિવેશનની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.

રેવન્યુ બાબતે એડ એજન્સી રેડિફ્યુઝનના MD સંદીપ ગોયલે અગાઉના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગ્રાઉન્ડ સ્પોન્સરશીપ ટીવી એક્સપોઝરમાંથી વેલ્યુ મેળવે છે. IPL 14માં ચાહકોને સ્ટેડિયમમાં પાછા ફરવાની મંજૂરી આપવાની બાબતે ગોયલે કહ્યું હતું કે, BCCIએ વધુ સંયમ દાખવવો જોઈતો હતો. પ્રસારણની આવકની સરખામણીએ ટિકિટના વેચાણમાંથી આવક નજીવી છે. તેથી શા માટે જોખમ લેવું જોઈએ.

આ પણ વાંચો: હિટમેન રોહિત શર્મા બની શકે છે ભારતીય ટી-20 ટીમનો આગામી કેપ્ટન? કોહલીનું લેશે સ્થાન

પ્રેક્ષકોની હાજરીથી જોખમ વધી શકે છે. ફેબ્રુઆરીમાં ભારત ઈંગ્લેન્ડના મેચ વખતે આવી ભૂલ થઈ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોને મંજૂરી આપ્યા બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જાહેરાત કરી હતી કે, મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો પ્રેક્ષકોની હાજરી વગર રમાશે. જેથી આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.
Published by:kuldipsinh barot
First published: