VIDEO: ઋષભ પંતની આ હરકત દિનેશ કાર્તિક માટે ઘાતક સાબિત થાત, મેદાન પર મોટી દુર્ઘટના ટળી

ઋષભ પંતે બેટ એટલું ઝડપથી વીંઝ્યું કે દિનેશ કાર્તિકને તેનાથી બચવાની તક જ ન મળી.

IPL 2021: ઋષભ પંતના બેટથી તૂટી દિનેશ કાર્તિકનું માથું ફુટી જાત, આવી રીતે નીચે ગબડી પડ્યો, જુઓ VIDEO

  • Share this:
    IPL 2021: દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની (DC Vs KKR) વચ્ચે રમાયેલી આઇપીએલ 2021ની (IPL 2021) 41મી મેચ દરમિયાન મોટી દુર્ઘટના ટળી ગઈ. કેકેઆરના (Kolkata Knight Riders- KKR) વિકેટકીપર- બેટ્સમેન દિનેશ કાર્તીક (Dinesh Karthik) ઋષભ પંતની (Rishabh Pant) છોકરમતના કારણે ખતરામાં પડી શકતો હતો. પરંતુ તેના નસીબ સારા હતા કે તે કેટલાક ઇંચના અંતરથી બચી ગયો. મૂળે, 17મી ઓવરમાં પંતે બોલને સ્ટમ્પ પર જતો રોકવા માટે એટલા જોરદાર અંદાજથી બેટ વીંઝ્યું કે તેના વારથી બચવાના ચક્કરમાં દિનેશ કાર્તિક ગબડી પડ્યો.

    આ દૃશ્ય જોઈને બોલર વરૂણ ચક્રવર્તીની આંખો પણ પહોળી થઈ ગઈ. વરૂણ ચક્રવર્તીના પહેલા બોલને ઋષભ પંત ડ્રાઇવ કરવા માંગતો હતો, પરંતુ બોલ બેટના નીચેના ભાગ સાથે ટકરાઈ સ્ટમ્પ તરફ જવા લાગ્યો. કાર્તિક તેને પકડવાનો પ્રયાસ કરતાં આગળ આવ્યો. બિલકુલ એ સમયે જ ઋષભ પંતે બોલને રોકવા માટે પાછળની તરફ જોયા વગર જ બેટ ખૂબ જ વેગથી ફેરવી દીધું.



    આ પણ જુઓ, VIDEO: KL Rahulને આઉટ કર્યા બાદ Krunal Pandyaએ કર્યું કંઈક એવું, ક્રિકેટપ્રેમીઓ કરી રહ્યા છે સલામ

    ઋષભ પંતે બેટ એટલું ઝડપથી વીંઝ્યું કે દિનેશ કાર્તિકને તેનાથી બચવાની તક જ ન મળી. જોકે, અહીં બંનેના નસીબ સારા રહ્યા. પંતનું બેટ કોઈ નુકસાન પહોંચાડ્યા વગર કાર્તિકની હેલ્મેટની નજીકથી પસાર થઈ ગયું. જોકે, આ બધા દરમિયાન દિનેશ કાર્તિક બેલેન્સ ગુમાવીને નીચે ગબડી પડ્યો. ત્યારબાદ પંતે તેની માફી પણ માંગી.

    આ પણ જુઓ, VIDEO: અશ્વિન અને સાઉદી વચ્ચે મેદાનમાં થઈ બબાલ, મોર્ગન-કાર્તિકે ધક્કો મારી શાંત કર્યા

    દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની મેચની વાત કરીએ તો આઇપીએલની આ સીઝનની શરૂઆતથી જ ટોપ-2માં રહેલી દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો. કોલકાતાએ તેને 3 વિકેટથી મ્હાત આપી. પહેલા બેટિંગ કરતાં દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન કર્યા. તેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 10 બોલ પહેલા જ 7 વિકેટના નુકસાન પર 130 રન બનાવી ટાર્ગેટને પાર કરી દીધો હતો. KKR ની ટીમે નીતિશ રાણા અને સુનીલ નારાયણની વિસ્ફોટક બેટિંગથી 18.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. નરેને 10 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. જ્યારે નીતીશ રાણા 36 રન બનાવી અણનમ રહ્યા હતા. આઈપીએલના પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ હજુ બીજા નંબરે છે, જ્યારે કેકેઆર 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
    Published by:Mrunal Bhojak
    First published: