IPL 2021: ધોનીએ કર્યો શાનદાર કેચ છતાં પણ CSKને ન મળી વિકેટ, જાણો શું છે સમગ્ર ઘટના

એમએસ ધોનીએ રાહુલ ત્રિપાઠીનો શાનદાર કેચ પકડ્યો. તસવીર- વીડિયો ફોટો

IPL 2021: એમએસ ધોની(MS Dhoni) ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2021 ની મેચમાં KKR સામે મેચ રમી રહી છે. કેકેઆરની ઇનિંગની ચોથી ઓવરમાં ધોનીએ રાહુલ ત્રિપાઠીનો કેચ પકડ્યો હતો. પરંતુ ઓવરનો બીજો બાઉન્સર હોવાને કારણે થર્ડ અમ્પાયરે બેટ્સમેનને નોટઆઉટ જાહેર કર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021)ની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કોલકત્તા (KKR) સામે ટકરાશે. ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીએ (MS Dhoni) ટોસ હાર્યો અને બોલિંગ કરવી પડી હતી. કેકેઆરની ઇનિંગની ચોથી ઓવરમાં ધોનીએ રાહુલ ત્રિપાઠીનો શાનદાર કેચ પકડ્યો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે બેટ્સમેનને આઉટ આપ્યો ન હતો. જો CSK ની ટીમ આ મેચ જીતી જશે, તો પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ કન્ફર્મ થઈ જશે. ટીમે અત્યાર સુધીમાં 9 માંથી 7 મેચ જીતી છે. તે 14 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. બીજી બાજુ, KKR ની ટીમ 9 માંથી 4 જીત સાથે ચોથા નંબરે છે. તેની પાસે 8 ગુણ છે.

    કેકેઆરની ઇનિંગ્સની ચોથી ઓવરના પાંચમા બોલ પર રાહુલ ત્રિપાઠીએ સેમ કેરેનના બાઉન્સર પર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બેટને અડીને બોલ એમએસ ધોનીના હાથમાં ગયો. આ પછી ટીમે ઉજવણી શરૂ કરી. પરંતુ મેદાન પરના અમ્પાયરે ત્રીજા અમ્પાયરની મદદ લીધી. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે, બોલ રાહુલના માથા ઉપરથી જઈ રહ્યો હતો. કેરેને બીજી વખત ઓવરમાં બાઉન્સર ફેંક્યો હતો. તેના કારણે થર્ડ અમ્પાયરે તે બોલને નો-બોલ આપ્યો હતો. રાહુલે તે પછીના બોલ પર ફ્રી હિટમાં સિક્સર ફટકારી હતી.

    આ પણ વાંચો: વિરાટ કોહલી બાદ કોને મળશે RCBની કમાન, માંજરેકરે આપ્યા આ 3 નામ

    KKR ના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ અને વેંકટેશ અય્યર આ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી. શુભમન 5 બોલમાં 9 રન બનાવ્યા બાદ પહેલી જ ઓવરમાં રન આઉટ થયો હતો. જ્યારે 15 બોલમાં 18 રન બનાવ્યા બાદ ઐયરને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો. તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. બંનેએ પ્રથમ બે મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. CSKએ મેચમાં એક ફેરફાર કર્યો છે. ડ્વેન બ્રાવોની જગ્યાએ સેમ કેરેનને તક આપવામાં આવી છે.

    ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings): ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસીસ, મોઇન અલી, અંબાતી રાયડુ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, સેમ કેરેન, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને જોશ હેઝલવુડ.

    કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) : વેંકટેશ અય્યર, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઈઓન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, પ્રશાંત કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી.
    Published by:kuldipsinh barot
    First published: