IPL 2021: ચહલે પ્રથમ વિકેટ લેતા જ પત્ની ધનશ્રીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા

IPL 2021: ચહલે પ્રથમ વિકેટ લેતા જ પત્ની ધનશ્રીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા

મેચમાં ચહલની પત્ની ઈમોશનલ થઈ ગઈ હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી

  • Share this:
નવી દિલ્હી : આઇપીએલ 2021ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં આરસીબીએ કેકેઆરને 38 રનથી હરાવ્યું હતું. હવે આરસીબીની ટીમ ત્રણ મેચમાં 6 અંક સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ત્રણ મેચમાંથી કેકેઆરની ત્રીજી હાર છે. આઇપીએલની આ સિઝનમાં આરસીબીની પ્લેઈંગ ઇલેવનનો ભાગ રહેલો યુઝવેન્દ્ર ચહલ આ મેચમાં પ્રથમ બંને મેચમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો છે. આ પછી ત્રીજી મેચ દરમિયાન પ્રથમ વિકેટ લેતા જ તેની પત્ની ધનશ્રી વર્માની આંખોમાં આંસુ આવી ગયા હતા.

મુંબઇ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલા મેચમાં ચહલને એક પણ વિકેટ મળી ન હતી. બને મેચમાં તેણે ઘણા રન આપ્યા હતા. જોકે, રવિવારે કોલકાતા સામે શાનદાર કમબેક કર્યું હતું. ચાર ઓવરની સ્પેલમાં તેણે નીતીશ રાણા અને દિનેશ કાર્તિકની મહત્વની વિકેટ લીધી હતી. તેણે 8.50ની ઇકોનોમી સાથે 34 રન આપ્યા હતા.

આ પણ વાંચો - વેડિંગ ગાઉન પહેરીને કોરોનાની વેક્સીન લીધી, કોરોનાના કારણે રિસેપ્શન થયું હતું કેન્સલ

આ મેચમાં ચહલની પત્ની ઈમોશનલ થઈ ગઈ હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. ચહલે ટુર્નામેન્ટમાં પ્રથમ વિકેટ લેતા જ તેની આંખમાં આંસુ આવી ગયા હતા. જે કેમેરામાં સ્પષ્ટ દેખાતાં હતા. ચહલે વર્તમાન સિઝનમાં પોતાનો પ્રથમ શિકાર નીતીશ રાણાને બનાવ્યો હતો. સાતમી ઓવરમાં ચહલની ઓવરમાં બે ચોગા ફટકાર્યા બાદ રાણાએ દેવદત્તને કેચ આપી દીધો. ત્યાર બાદની ઓવરમાં ચહલ દિનેશ કાર્તિકને એલબીડબ્લ્યુ આઉટ કર્યો.



ચહલે પ્રથમ ત્રણ ઓવરમાં 14 રન આપ્યા હતા. જોકે, લાસ્ટ ઓવરમાં આન્દ્રે રસેલે ત્રણ ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. આ ઓવરમાં તેણે 20 રન આપ્યા હતા. રસેલ સામે તેણે બોલિંગ માટે રણનીતિ ઘડી હતી. તેની ઓવરમાં વધુને વધુ ડોટ બોલ જાય તે ઉપર ફોક્સ કર્યું હતું. ચહલે કહ્યું કે, જ્યારે તમે ખૂબ સારી બોલિંગ કરતા હોવ પરંતુ વિકેટ ન મળે તે તકલીફ આપે છે. પ્રથમ વિકેટ મળ્યા બાદ હું લાગણીશીલ થઈ ગયો હતો. હું રસેલને આઉટ કરવા માંગતો હતો. ત્રણ બોલ નાખ્યા બાદ મેં ફિલ્ડ બદલી નાખી હતી.

તેણે વધુમાં ઉમેર્યું કે, તેમનો રનરેટ 10થી વધુ હતો. હું વધુને વધુ ડોટ બોલ નાખવા માંગતો હતો. મુંબઈમાં પિચ એકદમ અલગ પ્રકારની છે. થોડોક ટર્ન હતો. આવી પીચ સામાન્ય રીતે બેટ્સમેન માટે સારી હોય છે.
First published: