IPL 2021: ટી નટરાજનને કોરોના પોઝિટિવ હોવા છતા દિલ્હી-હૈદરાબાદ થશે મેચ, BCCIનો મોટો નિર્ણય

આજની મેચ પહેલા હૈદરાબાદના ખેલાડી નટરાજનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી નટરાજનનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે BCCI એ IPL 2021ની 33 મી મેચ (DC vs SRH) કરવાની જાહેરાત કરી છે.

  • Share this:
    નવી દિલ્હી: કોરોનાએ ફરી એક વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021)ને હુમલો કરી દીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના (Sunrisers hyderabad) ફાસ્ટ બોલર ટી નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું (t natrajan covid 19) જાણવા મળ્યું છે. નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચેની મેચ જોખમમાં હતી, પરંતુ BCCI એ આ અંગે પોતાનો નિર્ણય આપ્યો છે. BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ સમય પર યોજાશે. દિલ્હી અને હૈદરાબાદ વચ્ચેની મેચ બુધવારે સાંજે 7.30 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં (Dubai International Stadium) રમાશે. ટી નટરાજનને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હોવા છતાં, ઓલરાઉન્ડર વિજય શંકર પણ નટરાજનના નજીકના સંપર્કમાં હોવાથી અલગ થઈ ગયા છે.

    મહત્વનું છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના નટરાજન અને સપોર્ટ સ્ટાફ સહિત કુલ 7 લોકોને આઈસોલેટમાં મોકલવામાં આવ્યા છે. જેમાં ઓલરાઉન્ડર વિજય શંકર, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝિયો શ્યામ સુંદર, ડો.અંજના, લોજિસ્ટિક્સ મેનેજર તુષાર ખેડકર અને નેટ બોલર પી ગણેશનનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ સમય અનુસાર થશે. હૈદરાબાદના ખેલાડીઓની RT-PCR ટેસ્ટ સવારે 5 વાગ્યે કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ટીમ નેગેટિવ આવી હતી.

    મહત્વનું છે કે, ટી ​​નટરાજન આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઈજાને કારણે નટરાજન છેલ્લા પાંચ મહિનાથી ક્રિકેટના મેદાનમાં પ્રવેશી શક્યા ન હતો. નટરાજનને ટી 20 વર્લ્ડ કપની ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. હવે તે IPLથી પરત ફરવાનો હતો પરંતુ હવે તે કોરોનાની ચપેટમાં આવી ગયો છે. ટી ​​નટરાજન ચોક્કસપણે કોવિડ પોઝિટિવ આવ્યા છે પરંતુ તેને કોઈ સમસ્યા નથી.

    આ પણ વાંચો: IPL 2021: દિપક હુડ્ડાની વધી શકે છે મુશ્કેલી, આ કારણે BCCIના એન્ટી કરપ્શન યૂનિટની રડારમાં

    જોની બેયરસ્ટો પછી હવે હૈદરાબાદ ટી નટરાજન અને વિજય શંકરને પણ ટીમની બહાર કરવો પડશે. બેયરસ્ટોએ આઈપીએલના બીજા તબક્કામાંથી દૂર થવાનો નિર્ણય કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે વધુ જવાબદારી લેવી પડશે. ટીમને કેન વિલિયમસન, મનીષ પાંડે, રિદ્ધિમાન સાહા, કેદાર જાધવ અને અબ્દુલ સમાદના સારા યોગદાનની જરૂર છે.
    Published by:kuldipsinh barot
    First published: