IPL 2021: ખેલાડીઓને આપવામાં આવી શકે છે કોરોનાની રસી, ફ્રેન્ચાઇઝીએ BCCIને કરી માંગ

  • Share this:
    નવી દિલ્હી: કોરોનાને લીધે, આઇપીએલની વર્તમાન સીઝન (IPL 2021) ફક્ત 6 વેન્યુ પર રમવામાં આવશે. કોઈ પણટીમને 4 સ્થળોએ જ જવું પડશે, જેથી ખેલાડીઓએ ઓછામાં ઓછી મુસાફરી કરવી પડે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સ (IPL 2021)એ બીસીસીઆઈ અને સરકારને વિનંતી કરી છે કે તે ખેલાડીઓને કોરોના રસી આપે. લીગ 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે ફાઇનલ 30 મેના રોજ રમાશે. બધી ટીમો બાયો બબલમાં રહેશે. જેના કારણે ખેલાડીઓ કોઈને પણ મળી શકશે નહીં.

    દિલ્હી કેપિટલ્સના સીઈઓ વિનોદ બિશ્ટે કહ્યું, 'વેકસીન આપણા મગજમાં ટોચ પર છે. ખેલાડીઓએ એક શહેરથી બીજા શહેરમાં જવું પડશે. આ કારણોસર, અમે બીસીસીઆઈને વિનંતી કરી છે કે, બોર્ડ આ અંગે સરકારને વિનંતી કરી શકે છે, પરંતુ મને તેની જાણકારી નથી. ”તેમણે કહ્યું કે, મને આશા છે કે, સરકાર મુદ્દાને પ્રાથમિકતા આપશે. ઓલિમ્પિક ખેલાડીઓનો સમાવેશ પહેલાથી જ પ્રથમ લિસ્ટમાં કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સરકાર પણ આ કાર્યક્રમમાં મદદ કરશે.

    જો કે, તેમણે કહ્યું કે, મહત્વતા ફક્ત ખેલાડીઓની ન હોવી જોઈએ નહીં. સ્ટાફ, બ્રોડકાસ્ટિંગ ટીમ સહિતના દરેકને રસી અપાવવી જોઈએ. આ મુશ્કેલ સમયમાં કાર્યક્રમનું આયોજન કરવા બદલ તેમણે બોર્ડનો આભાર માન્યો. વિનોદ બિશ્તે વધુમાં કહ્યું, 'ઇવેન્ટમાં સામેલ દરેકની પાસે દરરોજ નવા પડકારો આવે છે. અમને વિશ્વાસ છે કે, બીસીસીઆઈ આ બધી સમસ્યાઓ સારી રીતે દૂર કરશે. આટલી મોટી ટુર્નામેન્ટ માટે બોર્ડ પાસે વૈકલ્પિક યોજના પણ હશે.

    ગત વખત યુએઈમાં આઇપીએલનું આયોજન થયું ત્યારે 3 જ મેદાનમાં મેચ રમવામાં આવી હતી. બધી ટીમો એક જ જગ્યાએ રોકાઈ હતી. આ અંગે તેમણે કહ્યું કે અમારી પાસે આવું મોડેલ નથી, જે બીસીસીઆઈ વાપરી શકે. આ વખતે કોઈ ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ પર નહીં રમે. આવી સ્થિતિમાં, વર્તમાન સીઝન સૌથી પડકારજનક રહેશે. આઈપીએલની શરૂઆતની મેચ 9 મેના રોજ ચેન્નઈમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. છેલ્લી વખત મુંબઈએ ફાઈનલમાં દિલ્હીને હરાવી પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published: