IPL 2021: એબી ડી વિલિયર્સની RCB ઈન્ટ્રા-સ્ક્વોડ વોર્મ અપ ગેમમાં શાનદાર સેન્ચુરી

એબી ડિ વિલિયર્સે પોતની ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ દરમિયાન દમદાર સદી ફટકારી છે.

14મી ઇન્ડિયન પ્રીમીયર લીગ(IPL 2021)ની શરૂઆતને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. મેગા ઇવેન્ટની તમામ ટીમો માર્કી ઇવેન્ટમાં પોતાની ટીમને ફિટ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: 14મી ઇન્ડિયન પ્રીમીયર લીગ(IPL 2021)ની શરૂઆતને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. મેગા ઇવેન્ટની તમામ ટીમો માર્કી ઇવેન્ટમાં પોતાની ટીમને ફિટ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કેશ-રિચ લીગની બીજી લીગ યૂએઇ(UAE)માં 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરની વચ્ચે યોજાવા જઇ રહી છે. વિરાટ કોહલી(Virat Kohli) ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ(RCB) કે જેણે હાલમાં જ પોતાની પહેલા આઇપીએલ (IPL 2021) ટ્રોફી જીતવાની છે, તેઓ આ વખતે જીત મેળવવામાં સૌથી આગળ છે.

    ડી વિલિયર્સે ફટકારી સદી

    લીગ શરૂ થયા પહેલા આરસીબીના દક્ષિણ આફ્રિકન ક્રિકેટર એબી ડિ વિલિયર્સે (AB de Villiers)પોતની ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ દરમિયાન દમદાર સદી ફટકારી છે. મંગળવારે આરસીબીએ ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી હતી.

    ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવવા માટે આરસીબીએ ઇન્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ મેચનું આયોજન કર્યુ હતું, જેમાં RCB-A અને RCB-B ટીમ હતી. જેની કેપ્ટનશિપ ક્રમશઃ હર્ષલ પટેલ અને દેવદત્ત પડીકલે કરી હતી. એ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. એ ટીમે ડિ વિલિયર્સના 46 બોલ પર સાત ફોર અને 10 સિક્સ દ્વારા 104 રન અને મોહમ્મદ અઝહરૂદ્દીનના 43 બોલ પર 4 ફોર અને 3 સિક્સ દ્વારા 66 રન કરી 212 રનનો સ્કોર કર્યો હતો.

    જવાબમાં બી ટીમે કેએસ ભરતના 95 તથા પડીકલના 21 બોલ પર 36 રન દ્વારા 7 વિકેટથી મેચ પોતાના નામે કરી. તેમણે 216 રન બનાવી મેચ જીતી હતી. આ અંગે ડી વિલિયર્સે કહ્યું કે,’જ્યારે અમે અહીં આવ્યા અને બસમાંથી ઉતર્યા તો મેં વિચાર્યુ કે દિવસ દરમિયાન ક્રિકેટ રમવું અજીબ છે. મે ક્રિઝમાં મારા પાર્ટનરને કહ્યું કે હવે ઘણું સારું લાગી રહ્યું છે અને પિચ સપાટ છે. આપણે અહીં જેટલા પણ રન બનાવીએ તેનાથી સંતુષ્ટ છીએ. મને રન બનાવીને આનંદ થયો.’

    ઉલ્લેખનીય છે કે, આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી, ડેન ક્રિશ્ચિયન અને ભારતીય બોલર મોહમ્મદ સિરાઝ કોવિડ-19 પ્રોટોકોલ્સના કારણે આ મેચનો ભાગ બની શક્યા ન હતા.

    આ પણ વાંચો: IPL 14: આવક વધારવા પ્રેક્ષકોને મંજૂરી અપાઈ, શું આ જોખમ લેવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાં

    આરસીબીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ મેચનો વિડીયો પણ શેર કર્યો છે. આ દરમિયાન બેંગલોર બેઝ્ડ ટીમ પહેલી લીગમાં પણ શાનદાર ફોર્મમાં હતી. કારણ કે તેમણે પોતાની શરૂઆતમાં સાત મેચમાંથી 5 મેચ જીતી છે અને તેઓ ટૂર્નામેન્ટની બીજી લીગમાં જીત માટે પણ પોતાના પ્રયાસો ચાલું રાખશે.
    Published by:kuldipsinh barot
    First published: