Home /News /sport /DC vs RR IPL 2021 : દિલ્હીએ 33 રને રાજસ્થાનને આપી માત, DC પોઈન્ટ ટેબલમાં ટોપ પર
DC vs RR IPL 2021 : દિલ્હીએ 33 રને રાજસ્થાનને આપી માત, DC પોઈન્ટ ટેબલમાં ટોપ પર
રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તસવીર- iplt20.com
Delhi Capitals (DC) vs Rajasthan Royals (RR) IPL 2021, Live Cricket Score: આઈપીએલની 36મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે થશે, દિલ્હી મેચ જીતે તો તે સહેલાઈથી પ્લેઓફમાં પહોંચી શકે છે.
dનવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals ) શનિવારે IPL-2021 ની મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને તેમના મજબૂત પ્રદર્શનને કારણે 33 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે Rષભ પંતની આગેવાનીવાળી ટીમે પ્લેઓફમાં પણ જગ્યા બનાવી લીધી છે. દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને અડધી સદી ફટકારી હતી પરંતુ તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 121 રન જ બનાવી શકી હતી.
Delhi Capitals (DC) vs Rajasthan Royals (RR) IPL 2021, Live Cricket Score
20 ઓવરના અંતે રાજસ્થાન 6 વિકેટ ગુમાવીને 121 રન કરવામાં સફળ રહ્યું હતું. અને દિલ્હીએ 33 રનથી મેચ જીતી લીઘી હતી.
11ંમી ઓવરમાં રિયાન પરાગ 2 રન કરીને આઉટ થયો હતો.
10મી ઓવરમાં રબાડીની બોલિંગમાં મહિપાલ 19 રન કરીને આઉટ થયો તે સમયે રાજસ્થાનનો સ્કોર 48/4 હતો.
ચોથી ઓવરમાં આર અશ્વિનના પ્રતમ બોલ પર જ ડેવિડ મિલર 7 રન કરીને આઉટ થય હતો.
પ્રથમ બે ઓવરમાંજ રાજસ્થાનની બે વિકેટ પડી ગઈ હતી. લિવિંગસ્ટોન 1 રન અને યશસ્વી જયસ્વાલ 5 રન કરીને આઉટ થયો હતો.
20 ઓવરના અંતે દિલ્હીની ટીમે 6 વિકેટના નુકશાને 154 રન કર્યા હતા અને રાજસ્થાનને 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
18મી ઓવરના બીજા બોલ પર અક્ષર પટેલ સાકરિયાનો શિકાર થયો હતો.
16મી ઓવરમાં સિમરન હેટમાયર પણ આઉટ થયો હતો તેણે 16 બોલમાં 28 રન કર્યા હતા.
શ્રેયસ ઐયર 43 રન કરીને આઉટ થયો હતો
રિષભ પંત 24 રન કરીને આઉટ થયો હતો.
ધવન આઉટ થયા બાદ પૃથ્વી શૉ પણ 10 રન કરીને આઉટ થયો હતો.
ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર શિખર ધવન 8 રન કરીને આઉટ થયો હતો.
ડેવિડ મિલરને આઉટ કરતાની સાથે જ અશ્વિને T-20 ફોર્મેટમાં પોતાની 250 વિકેટ પૂરી કરી લીધી છે. ભારત માટે આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. અશ્વિનની પહેલા અમિત મિશ્રા (262) અને પીયૂષ ચાવલા (262)એ આ સિદ્ધિ મેળવી છે.