DC vs KKR Qualifier 2: દિલ્હીની હાર, કોલકાતા ત્રીજી વાર આઈપીએલની ફાઈનલ પહોંચ્યું

કોલકાતાએ 7 વર્ષ બાદ આઈપીએલની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

IPL 2021, Delhi Capitals vs Kolkata Knight Riders Qualifier 2 Cricket Score: દિલ્હી અને કોલકાતાની મેચમાં જે જીત આજે જીત મેળવશે તે ફાઈનલમાં સ્થાન મેળવશે.

  • Share this:
    નવી દિલ્હી: IPL 2021 ફાઇનલની 2 ટીમો નક્કી થઈ ગઈ છે. KKRએ ક્વોલિફાયર -2 મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવ્યું. દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. તેને ક્વોલિફાયર 1માં CSK સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 5 વિકેટે 135 રન બનાવ્યા હતા. જવાબમાં KKR એ 19.5 ઓવરમાં 7 વિકેટે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઓપનર બેટ્સમેન વેંકટેશ અય્યરે 55 જ્યારે શુભમન ગિલે 45 રન બનાવ્યા હતા. ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે KKR અને CSK વચ્ચે રમાશે.

    IPL 2021, Delhi Capitals vs Kolkata Knight Riders Qualifier 2 Cricket Score

    • છેલ્લી ઓવરમાં શાકિબ અલ હસ અને સુનીલ નારાયણ આઉટ થયો પરંતુ પાંચમાં બોલ પર રાહુલે સિક્સ મારીને મેચ જીતાડી હતી. 

    • 18મી ઓવરમાં દિનેશ કાર્તિક પણ આઉટ થયો હતો. ત્યાર ાબાદ છેલ્લા બોલ પર મોર્ગન પણ આઉટ થયો હતો.

    • 16મી ઓવરના ચોથા બોલ પર શુભમન ગિલ 46 રને આઉટ થયો હતો.

    • 16મી ઓવરમાં નીતિશ રાણા 13 રન કરીને આઉટ થયો હતો. 

    • કોલકાતાની પહેલી વિકેટ 12મી ઓવરના બીજા બોલ પર પડી ત્યારે વેંકટેશ અય્યર 55  રન કરીને આઉટ થયો હતો. 

    • દિલ્હીએ 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 135 રન કર્યા અને કોલકાતાને જીત માટે 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    • 18મી ઓવરના ત્રીજા બોલ પર શિમરોન હેટમાયર 17 રન કરીને આઉટ થયો હતો. 

    • 15મી ઓવરના ત્રીજા બોલ પર પંત 6 રન કરીને આઉટ થયો હતો.

    • 14મી ઓવરના ચોથા બોલ પર ધવન 36 રન કરીને આઉટ થયો હતો.

    • 11મી ઓવરના ત્રીજા બોલ પર માર્કસ સ્ટોઇનિસ 18 રન કરી આઉટ થયો હતો.

    • કોલકાતાએ ચોથી ઓવરના પહેલા બોલ પર જ પૃથ્વી શૉને 18 રન કરીને આઉટ કર્યો હતો.

    • કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે દિલ્હીની ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.


    ટાર્ગેટનો પીછો કરતા KKR એ શાનદાર શરૂઆત કરી. વેંકટેશ અય્યર (55) અને શુભમન ગિલ (46) એ પ્રથમ વિકેટ માટે 12.2 ઓવર ઉમેરી ટીમની જીત સુનિશ્ચિત કરી. પ્રથમ 6 ઓવરમાં ટીમે વિકેટ વગર 51 રન બનાવ્યા હતા. અય્યરની આ સિઝનની ત્રીજી અડધી સદી છે. તે પ્રથમ વખત ટી 20 લીગ રમી રહ્યો છે અને તેણે 300 થી વધુ રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ 125 છે.

    કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ ઇલેવન : શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ, ત્રિપાઠી, નીતીશ રાણા, ઈઓન મોર્ગન, દિનેશ કાર્તિક, સુનીલ નારાયણ, શાકિબ અલ હસન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

    દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન: પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, આર અશ્વિન, કાગિસો રબાડા, અવેશ ખાન, એનરિચ નોર્કેયા
    Published by:kuldipsinh barot
    First published: