IPL 2021:KKR સામેની મેચ પહેલા RCB સાથે જોડાયો આ જોરદાર ઓલરાઉન્ડર, શાનદાર છે રેકોર્ડ

IPL 2021:KKR સામેની મેચ પહેલા RCB સાથે જોડાયો આ જોરદાર ઓલરાઉન્ડર, શાનદાર છે રેકોર્ડ

  • Share this:
    નવી દિલ્લી: રોયલ ચેલેન્જર બેંગ્લોરે આઇપીએલની સીઝનમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમે અત્યાર સુધી રમેલી બંન્ને મેચોમાં જીત મેળવીને પોઇન્ટ ટેબલ પર પહેલા સ્થાન પર છે. હવે તેની કેકેઆર સામે રવિવારે યોજાવાની છે તે પહેલા ટીમને મોટી ખુશખબર મળી છે. ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ડેનિયલ સૈમ્સ (Daniyal Sams) ટીમ સાથે જોડાઇ ગયો છે. જે થોડા દિવસ પહેલા કોરોના પોઝીટીવ થયો હતો.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ઝડપી બોલર ડેનિયલ સૈમ્સ 7 એપ્રિલે કોરોનાનો ચેપ લાગ્યો હતો. 3 એપ્રિલે તે ભારત પહોંચ્યો હતો. તેનો પ્રથમ ટેસ્ટ નેગેટિવ આવ્યો, પરંતુ બીજો ટેસ્ટ બાદ તે પોઝીટીવ જોવા મળ્યો. આ પછી ટીમે કહ્યું કે, સેમ્સને કોરેન્ટાઇન્ટ રાખવામાં આવ્યો છે. તબીબી ટીમ તેમના સંપર્કમાં છે અને બીસીસીઆઈના પ્રોટોકોલ મુજબ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.


    IPL 2021: 12 લાખના દંડથી ડર્યો પંત અમ્પાયરને કહ્યું, એક મીનીટ તમે બગાડી હતી


    આરસીબીએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમને એ જાણ કરવામાં આનંદ થાય છે કે, ઓલરાઉન્ડર ડેનિયલ સૈમ્સ 17 એપ્રિલ 2021 ના ​​રોજ કોવિડ -19 ના નેગેટિવ રીપોર્ટ સાથે આરસીબીના બાયો-બબલમાં જોડાયો છે. મેડિકલ ટીમ તેમની સાથે સતત સંપર્કમાં હતી અને બોર્ડના પ્રોટોકોલ હેઠળ તપાસ કર્યા બાદ, તેઓને ટીમમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી હતી. સૈમ્સના આગમન પછી ટીમમાં વધુ વિકલ્પો હશે.

    સૈમ્સની બે ફિફ્ટી અને 67 વિકેટ
    ડાબા હાથના ઝડપી બોલર ડેનિયલ સૈમ્સનો ટી 20 માં શ્રેષ્ઠ રેકોર્ડ છે. તેણે અત્યાર સુધીમાં 54 મેચ રમી છે. 2 અર્ધસદીની મદદથી 485 રન બનાવ્યા છે. સ્ટ્રાઇક રેટ 148 છે. જો બોલિંગની વાત કરીએ તો સૈમ્સ 22ની એવરેજથી 67 વિકેટ ઝડપી છે. સ્ટ્રાઈક રેટ 16 છે અને તેણે બે વાર 4 વિકેટ લીધી છે. જોકે, આઈપીએલમાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. ગત સીઝનમાં, તેણે દિલ્હી તરફથી 3 મેચ રમી હતી અને તે કોઇ વિકેટ લઈ શક્યો ન હતો.
    Published by:kuldipsinh barot
    First published:April 17, 2021, 21:03 pm

    ટૉપ ન્યૂઝ