CSK vs MI: 7 બોલમાં 38 રન કરી ચેન્નાઈએ મેચ પલટી, ગાયકવાડે મારી 13 ફોર

બ્રાવોએ 8 બોલમાં 23 રન કર્યા હતા જેમાં 3 સિક્સનો સમાવેશ થાય છે. તસવીર-iplt20

CSK vs MI: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ખરાબ શરૂઆત બાદ પણ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 156 રન બનાવ્યા હતા. ટીમે છેલ્લા 13 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • Share this:
    દુબઈ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ખરાબ શરૂઆત બાદ પણ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે સન્નામનજનક સ્કોર બનાવ્યો હતો. આઈપીએલ 2021 (IPL 2021) ના ​​બીજા તબક્કાની પ્રથમ મેચમાં ટીમે 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (ruturaj gaikwad) 88 રને અણનમ રહ્યો હતો. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા સહિત 13 બાઉન્ડ્રી ફટકારી હતી. વર્તમાન સિઝનના પ્રથમ મુકાબલામાં મુંબઈએ ચેન્નાઈને છેલ્લા બોલ પર હરાવ્યું હતું. આવી સ્થિતિમાં CSKને પણ બદલો લેવાની તક છે.

    એક સમયે ચેન્નઈનો સ્કોર 17.5 ઓવરમાં 5 વિકેટે 111 હતો. આવી સ્થિતિમાં એવું લાગતું હતું કે ટીમ માત્ર 130 રન સુધી જ પહોંચી શકશે. પરંતુ ટીમે છેલ્લા 13 બોલમાં 45 રન બનાવ્યા હતા. જેમાં 38 રન 7 બોલમાં થયા હતા. જેમાં 5 સિક્સ અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. બ્રાવોએ 18 મી ઓવરના છેલ્લા બોલ પર પર સિક્સર ફટકારી હતી. ત્યારબાદ 19મી ઓવરમાં ડ્વેન બ્રાવોએ ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં બે સિક્સર મારીજ્યારે ગાયકવાડે એક ચોગ્ગો અને એક સિક્સ મારી હતી. ઈનિંગની છેલ્લી ઓવરમાં ઋતુરાજે બુમરાહની ઓવરમાં એક સિક્સર અને એક ફોર ફટકારી હતી.

    15 ઓવર બાદ CSKનો સ્કોર 4 વિકેટે 87 હતો. ટીમે છેલ્લી 5 ઓવરમાં 69 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમ 150નો સ્કોર પાર કરી શકી હતી. પ્રથમ 6 ઓવરના પાવરપ્લેમાં ટીમ માત્ર 24 રન જ બનાવી શકી અને 4 મોટી વિકેટ ગુમાવી હતી. વર્તમાન સિઝનની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડે 8 ઇનિંગ્સમાં 41ની એવરેજથી 284 રન બનાવ્યા છે. 3 ફિફ્ટી ફટકારી છે. જેમાં 34 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા છે.

    આ પણ વાંચો: IPL 2021 CSK vs MI: મુંબઈ સામેની મેચમાં ચેન્નાઈનો 20 રને વિજય, પોઈન્ટ ટેબલમાં નંબર વન

    આવી હતી બંન્ને ટીમોનો પ્લેઈંગ ઈલેવન

    મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) - અનમોલપ્રીત સિંહ, ક્વિન્ટન ડી કોક (wk), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કિરન પોલાર્ડ (c), સૌરભ તિવારી, કૃણાલ પંડ્યા, એડમ મિલને, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

    ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super King) - ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસીસ, અંબાતી રાયડુ, મોઇન અલી, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની (c & wk), શાર્દુલ ઠાકુર, ડ્વેન બ્રાવો, દીપક ચહર, જોશ હેઝલવુડ
    Published by:kuldipsinh barot
    First published: