આઈપીએલ 2021 ના પ્રથમ ક્વોલિફાયર માટે 100 કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી પ્રેક્ષકોને દરેક ખૂણાથી શોટ જોવા મળ્યા. તસવીર- Simran Twitter
IPL 2021 માં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (DC vs CSK) વચ્ચેના પ્રથમ ક્વોલિફાયરમાં સ્ટેડિયમમાં 100 થી વધુ ખાસ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરાની મદદથી, પ્રેક્ષકો દરેક ખૂણાથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોઈ શકતા હતા.
નવી દિલ્હી: આઈપીએલ 2021માં પ્રથમ ક્વોલિફાયર મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (CSK vs DC) વચ્ચે રમાઈ હતી. છેલ્લી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની તોફાની બેટિંગને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે CSK ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ છે. ધોનીએ 6 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ મેચમાં વધુ એક ખાસ વાત હતી. પ્રથમ વખત, સ્ટેડિયમમાં 100 થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા જેથી દર્શકોને મેદાનના દરેક ખૂણા અને દરેક શોટનો 360 ડિગ્રી વ્યૂ (IPL 360 Degree Vision cameras) મળી શકે. આ બધા કેમેરા 4k રેકોર્ડિંગ કરવાના હતા. તેમની મદદથી પ્રેક્ષકોને નવા રંગમાં ક્રિકેટ જોવાની તક મળી.
દિલ્હી અને ચેન્નઈ વચ્ચેની આ મેચમાં પૃથ્વી શો જબરદસ્ત ફોર્મમાં દેખાયો હતો. તેણે 60 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. મેચની મધ્યમાં શોની સિક્સર 360 ડિગ્રી વિઝન દ્વારા બતાવવામાં આવી હતી. ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે દર્શકોને દરેક ખૂણાથી શોટ જોવાની તક મળી.
જો આપણે મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા દિલ્હીએ પૃથ્વી શો (60) અને કેપ્ટન રિષભ પંત (51)ની મદદખી 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઇએ 2 બોલ બાકી રહેતા 6 વિકેટના નુકસાન પર 173 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ચેન્નઈ તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 70 રન બનાવ્યા હતા. ગાયકવાડે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય રોબિન ઉથપ્પાએ પણ મહત્વની ઇનિંગ રમી હતી. ઉથપ્પાએ 44 બોલમાં 63 રન બનાવ્યા હતા.
છેલ્લી બે ઓવરમાં ધોનીએ 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. આઈપીએલ 2020 માં ચેન્નઈ સાતમા ક્રમે હતું, જ્યારે આ વખતે તે ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર