Home /News /sport /

IPL 2021 1st Qualifier: DCની નજર સતત બીજી ફાઈનલ પર, 8 વારની ફાઈનાલિસ્ટ CSK સાથે ટક્કર

IPL 2021 1st Qualifier: DCની નજર સતત બીજી ફાઈનલ પર, 8 વારની ફાઈનાલિસ્ટ CSK સાથે ટક્કર

દિલ્હીની ટીમ 20 પોઇન્ટ સાથે લીગમાં ટોચ પર છે.

IPL 1st Qualifier CSK vs DC: આઈપીએલ 2021ની પહેલી ક્વોલીફાયપમાં રવિવારે 8 વાર ફાઈનલમાં પહોચેલી ચેન્નાઈ સુપરકિંગ્સની ટક્કર ગત વખતની રનરઅપ ટીમ દિલ્હી કેપિટલ્સ સામે થશે.

  દુબઈ: જોરદાર અનુભવ ધરાવતા ખેલાડીઓના આધારે રવિવારે યોજાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021 First Qualifier) ના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ દિલ્હી કેપિટલ્સ (DC) સામે જીત માટે પ્રબળ દાવેદાર છે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. દિલ્હીની ટીમ 20 પોઇન્ટ સાથે લીગમાં ટોચ પર છે. ગયા વર્ષે ચૂકી ગયા બાદ ચેન્નઈએ ફરી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. તેણે જે 12 IPLમાં ભાગ લીધો છે. તેમાંથી ટીમ 11 વખત પ્લેઓફમાં પહોંચી છે.

  ઘોની ટીમમાં વઘારે ફેરબદલ નહિં કરે

  ધોનીનો સિદ્ધાંત સ્પષ્ટ છે, જેમને અજમાવવામાં આવ્યા છે, જેમને અનુભવ છે તેમના પર વિશ્વાસ કરો અને તેથી જ તેમની ટીમમાં રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો અને ફાફ ડુ પ્લેસીસ જેવા ખેલાડીઓ છે. આ સિવાય, જોશ હેઝલવુડ અને મોઈન અલી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ છે અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ધોની જાણે છે કે તેને કેવા પ્રકારનું સંયોજન જોઈએ છે.

  ધોની જાણે છે કે, તે લાંબા સમયથી સારા ફોર્મમાં નથી. તેણે 14 મેચમાં માત્ર 96 રન બનાવ્યા હતા. IPL ના દિગ્ગજ સુરેશ રૈના પણ 12 મેચમાં માત્ર 160 રન બનાવી શક્યો હતો, પરંતુ તેમની પાસે ગાયકવાડ (533 રન) અને ડુ પ્લેસિસ (546 રન) જેવા બેટ્સમેન છે જેમણે ઘણી વખત ટીમને મજબૂત શરૂઆત આપી છે. જાડેજા (227) છેલ્લી ઓવરોમાં પોતાની બેટિંગની કુશળતા બતાવી રહ્યો છે.

  બ્રાવો અને ઠાકૂર ધોનીનું ટ્રંપ કાર્ડ

  શાર્દુલ ઠાકુર (14 મેચમાં 18 વિકેટ) બોલિંગમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ ડ્વેન બ્રાવો (12 વિકેટ) હંમેશા ઉપયોગી યોગદાન આપવા માટે તૈયાર છે. હેઝલવુડ ફોર્મ શોધી શક્યો નહીં પરંતુ ધોનીએ તેના પર વિશ્વાસ રાખ્યો છે.

  દિલ્હી કેપિટલ્સે ભલે લીગ તબક્કામાં 10 મેચ જીતી હોય પરંતુ તેમની બેટિંગ સમાન આત્મવિશ્વાસ બતાવી શકી નથી. પૃથ્વી શો (401 રન) અને શિખર ધવન (544 રન) એ કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી પરંતુ તેમના બેટ્સમેન યુએઈ સ્ટેજ પર પ્રભુત્વ જમાવી શક્યા ન હતા.

  કેપ્ટન રિષભ પંત (362 રન) ટુકડાઓમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો. માર્કસ સ્ટોઈનીસની ઈજાને કારણે તેની ટીમનું સંતુલન ખોરવાઈ ગયું હતું. શિમરોન હેટમાયરે ડેથ ઓવરોમાં સારી ભૂમિકા ભજવી હતી પરંતુ અન્ય કોઈ બેટ્સમેન તે કરી શક્યો ન હતો. દિલ્હીની મજબૂત બાજુ તેની બોલિંગ છે. અવેશ ખાન (22 વિકેટ), અક્ષર પટેલ (15 વિકેટ), કાગિસો રબાડા (13 વિકેટ) અને એનરિચ નોર્કિયા (નવ વિકેટ) એ અત્યાર સુધી પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે.

  આ પણ વાંચો: IPL 2021: આરસીબી પ્લેઓફમાં કેકેઆર સાથે ટકરાશે, દિલ્હીનો મુકાબલો સીએસકે સાથે

  બંન્ને ટીમો આ પ્રમાણે

  ચેન્નાઈ સુપર કિંગ્સ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસીસ, ઈમરાન તાહિર, એન જગડીસન, કરણ શર્મા, લુંગી ન્ગિડી, મિશેલ સેંટનર, રવિન્દ્ર જાડેજા, રતુરાજ ગાયકવાડ , શાર્દુલ ઠાકુર, આર સાઈ કિશોર, મોઈન અલી, કે ગૌતમ, ચેતેશ્વર પૂજારા, હરિશંકર રેડ્ડી, ભગત વર્મા, સી હરિ નિશાંત.

  દિલ્હી કેપિટલ્સ: રિષભ પંત (કેપ્ટન), અજિંક્ય રહાણે, પૃથ્વી સૌવ, રિપલ પટેલ, શિખર ધવન, શિમરોમ હેટમાયર, શ્રેયસ અય્યર, સ્ટીવ સ્મિથ, અમિત મિશ્રા, એનરિક નોર્કિયા, અવેષ ખાન, બેન દ્વારશુઇસ, ઇશાંત શર્મા, કાગીસો રબાડા, કુલવંત ખેજરોલિયા , લુકમેન મેરીવાલા, પ્રવીણ દુબે, ટોમ કુરન, ઉમેશ યાદવ, અક્ષર પટેલ, લલિત યાદવ, માર્કસ સ્ટોઇનિસ, રવિચંદ્રન અશ્વિન, સેમ બિલિંગ્સ અને વિષ્ણુ વિનોદ.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Chennai super kings, DC, Ipl 2021, Ipl final

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन