Home /News /sport /

IPL 2021: ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં માર્યા લાંબા લાંબા છક્કા, CSKએ શેર કર્યો Video

IPL 2021: ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં માર્યા લાંબા લાંબા છક્કા, CSKએ શેર કર્યો Video

મહેન્દ્ર સિંહ ધોનીએ ગત વર્ષે 15 ઓગસ્ટની સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

મહેન્દ્ર સિંહ ધોનીએ ગત વર્ષે 15 ઓગસ્ટની સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

ચેન્નાઇ સુપરકિંગ્સે (CSK) તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર મહેન્દ્ર સિંહ ધોનીનો (MSD) એક વીડિયો શેર કર્યો છે. જેમાં ધોની IPL-14 માટે પ્રેક્ટિસ દરમિયાન પરસેવો પાડી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રેક્ટિસ દરમિયાન ધોની લાંબા-લાંબા છક્કા મારી રહ્યો છે. ધોની કેટલાક દિવસોથી CSKના ટીમ મેમ્બર્સ સાથે IPLની તૈયારીના ભાગરૂપે પ્રેક્ટિસ કરી રહ્યો છે. ધોનીએ ગત મહિને જ ચેન્નાઈમાં CSK કેમ્પ જોઈન કર્યો છે. ત્યાર બાદ ધીમે-ધીમે અન્ય ખેલાડીઓ જોડાતા ગયા અને પ્રેક્ટિસ શરુ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, IPLની ગત સીઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સારું પ્રદર્શન નહોતી કરી શકી. જોકે, IPL 2020 દરમિયાન ધોનીએ 14 મેચોમાં 25ની એવરેજ અને 116.27ની સ્ટ્રાઇક રેટથી 200 રન બનાવ્યા હતા. પરંતુ ધોની એકપણ સદી નહોતી ફટકારી શક્યા. મહત્વનું છે કે, IPLના ઇતિહાસમાં પ્રથમ વખત CSK ગત સીઝનમાં પોઈન્ટ્સ ટેબલ પર 7માં નંબરે રહી હતી. જેના કારણે CSK પ્લેઓફમાં નહોતી પહોંચી શકી. જોકે, ગત સીઝનના ખરાબ પ્રદર્શનને ભૂલીને CSK આ સીઝનની ટ્રોફી પોતાના નામે કરવા મેદાનમાં ઉતારશે.

Explainer: ગુજરાતમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન બાળકો માટે બની રહ્યો છે ઘાતક! આવા હોય છે લક્ષણો

મહેન્દ્ર સિંહ ધોનીએ ગત વર્ષે 15 ઓગસ્ટની સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આ પહેલા ધોની ICC વનડે વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ માટે એકપણ મેચ નહોતા રમ્યા. જેને લઈને ધોની IPLના આ સીઝનમાં પોતાના ફોર્મ પર વધુ મહેનત કરી રહ્યા છે. તેવામાં CSKએ આ વિડીયો શેર કર્યો છે, જેમાં ધોની લાંબા લાંબા છક્કા ફટકારતા જોવા મળી રહ્યા છે.
ધોનીએ પોતાના IPL કરિયરમાં અત્યાર સુધીમાં 204 મેચ રમી છે, જેમાં કુલ 4632 રન ફટકાર્યા છે. આશા છે કે આ સીઝનમાં તેઓ 5000 રન પૂર્ણ કરી લેશે. તેમનો પ્રયત્ન ટીમને ચોથી IPL ટ્રોફી જીતાડવાનો રહેશે. બીજી તરફ ગત IPL સીઝનમાં વ્યક્તિગત કારણોસર બહાર રહેલા સુરેશ રૈના આ સીઝનમાં IPLમાં પરત ફર્યા છે.

ગુજરાત હાઇકોર્ટની ટકોર: 'કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે, ત્રણથી ચાર દિવસ કર્ફ્યૂ અંગે નિર્ણય લો'

રૈનાના કારણે CSKની બેટિંગ લાઈનઅપ મજબૂત બનશે. CSKએ આ વર્ષે હરાજીમાં કૃષ્ણપ્પા ગૌતમ અને મોઇન અલીને ખરીદ્યા છે. તેઓ પણ ટીમની બેટિંગ લાઈનમાં મહત્વનો ભાગ ભજવશે.
ઉલ્લેખનીય છે કે CSK તેની પ્રથમ મેચ 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. જ્યારે IPL 2021ની શરૂઆત 9 માર્ચના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની મેચ સાથે થશે.
First published:

Tags: CSK, Ipl 2021, M S Dhoni

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन