IPL 2021: આઈપીએલના આ ખેલાડીએ સ્ટેડિયમમાં જ કર્યું ગર્લફ્રેન્ડને પ્રપોઝ, જુઓ VIDEO

દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કરી ત્યારે મેચના દર્શકોનું ધ્યાન તેના તરફ વધારે આક્રર્ષિત થયું હતું. (તસવીર- deepak_chahar9)

IPL 2021: ચેન્નઈના ઝડપી બોલર દીપક ચાહરે (Deepak Chahar) પોતાની ગર્લફ્રેન્ડને મેદાનમાં જ પ્રપોઝ કર્યું હતું. એટલું જ નહીં, તેણે પંજાબ કિંગ્સ (CSK vs PBKS) સામેની મેચ બાદ ગર્લફ્રેન્ડને રિંગ પણ આપી હતી.

  • Share this:
    દુબઈ: આઈપીએલ 2021ની મેચ દરમિયાન ગુરુવારે એક અનોખી ઘટના જોવા મળી હતી. CSK ફાસ્ટ બોલર દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડને મેદાનમાં પ્રપોઝ કર્યું અને તેને રિંગ પણ આપી હતી. આ ઘટના CSK અને પંજાબ કિંગ્સ (CSK vs PBKS) વચ્ચેની મેચ દરમિયાન જોવા મળી હતી. જોકે, મેચમાં CSKને હારનો સામનો કરવો પડ્યો હતો. સ્ટેડિયમમાં હાજર ચાહકોએ પણ આ ક્ષણનો આનંદ માણ્યો હતો.

    દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કરી ત્યારે મેચના તમામ દર્શકોનું ધ્યાન તેના તરફ વધારે આક્રર્ષિત થયું હતું. પરંતુ આની પહેલા પણ જયાએ કેમેરા સામે પોઝ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે દીપક ચાહર અને તેની ગર્લફ્રેન્ડ માટે આ એક યાદગાર દિવસ રહેશે. તમને જણાવી દઇએ કે દીપકની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજનો ભાઈ સિદ્ધાર્થ ભારદ્વાજ ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણિતો શખસ છે. તે બિગ બોસ-5 અને સ્પ્લિટ્સવિલા-2માં પણ જોવા મળ્યો છે. દીપક ચાહરનો પિતરાઈ ભાઈ રાહુલ ચાહર મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ખેલાડી છે. રાહુલની પસંદગી T-20 વર્લ્ડ કપમાં પણ થઈ છે.

    મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 6 વિકેટે 134 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 13 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કર્યો હતો. આ રીતે પંજાબે મેચ 6 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન કેએલ રાહુલ 98 રને અણનમ રહ્યો હતો. જોકે, જીત્યા બાદ પણ પંજાબ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. ટીમ 12 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.





    દીપક ચાહરને મળી માત્ર એક જ વિકેટ

    જોકે, દીપક ચાહર માટે મેચ સારી ન રહી. તેણે 4 ઓવરમાં 48 રન આપ્યા અને એક વિકેટ લીધી. વર્તમાન આઈપીએલ સીઝનની વાત કરીએ તો તેનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 13 મેચમાં 30 ની એવરેજથી 13 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 13 રનમાં 4 વિકેટ છે. તેની ઇકોનોમી 8.36 છે. તે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં બીજા નંબરે છે. શાર્દુલ ઠાકુરે 18 વિકેટ લીધી છે.

    આ પણ વાંચો: HBD Zaheer Khan: ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર બોલરે પ્રેમ માટે તોડી હતી ધર્મની દિવાલ

    CSKએ 14 માંથી 9 મેચ જીતી

    IPL ની વર્તમાન સિઝનની વાત કરીએ તો CSK એ 14 માંથી 9 મેચ જીતી છે. 18 પોઈન્ટ સાથે ટીમ બીજા નંબરે છે. માનવામાં આવે છે કે તેના માટે બીજા નંબરે હોવું નિશ્ચિત છે. કારણ કે RCB નો રન રેટ ઘણો ખરાબ છે. આવી સ્થિતિમાં તેને ફાઇનલમાં પહોંચવાની 2 તક મળશે. ગત સિઝનમાં CSK ની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી.
    Published by:kuldipsinh barot
    First published: