Home /News /sport /IPL 2021: યુએઈમાં આઈપીએલનું કાઉન્ટડાઉન શરૂ, આજે CSK અને MI વચ્ચે ટક્કર

IPL 2021: યુએઈમાં આઈપીએલનું કાઉન્ટડાઉન શરૂ, આજે CSK અને MI વચ્ચે ટક્કર

આજે સાંજે 7 વાગ્યે ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે થશે જંગ

આઈપીએલ 2021 (IPL 2021)નો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી એટલે કે આજથી UAEમાં શરૂ થવા જઈ રહ્યો છે. IPLના પહેલા ફેઝમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કર્યું છે.

  નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021)નો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી એટલે કે આજથી UAEમાં શરૂ થવા જઈ રહ્યો છે. IPLના પહેલા ફેઝમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સને આ સીઝનમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે સતત લડવું પડ્યું છે. IPL પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન 5માં, પંજાબ છઠ્ઠા અને કોલકાતાની ટીમ 7મા સ્થાને છે. તેમને નોકઆઉટમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછી 5 મેચ જીતવી પડશે. રાજસ્થાન અને કોલકાતાની ટીમો છેલ્લી બે IPL પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે જ્યારે પંજાબે છેલ્લે, 2014મા સ્થાન મેળવ્યું હતું.

  રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની આગેવાનીવાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK vs MI) દુબઈમાં ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, ટોસ અડધો કલાક વહેલો સાંજે 7 વાગ્યે થશે.

  આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન

  મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) - રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (wk), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, જેમ્સ નીશામ/નાથન કુલ્ટર -નાઇલ, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ

  ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super King) - ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મોઈન અલી, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, સેમ કરેન, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ/લુંગી એનગીડી અને ઈમરાન તાહિર.

  પોઈન્ટ ટેબલ પર કોણ છે ટોપ પર  • દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals): દિલ્હીની ટીમે 8 માંથી 6 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. કુલ 12 અંક સાથે દિલ્હી ટોચ પર છે. તેની નેટ રન રેટ 0.547 છે.
  • ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super kings): આઈપીએલની સૌથી સફળ ટીમોમાંની એક, એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે 7 માંથી 5 મેચ જીતી, જ્યારે 2 મેચ હારી. CSK 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. CSKની નેટ રન રેટ 1.263 છે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore): વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આરસીબીનો નેટ રનરેટ -0.171 છે. તેણે 7 માંથી 5 મેચ જીતી હતી, જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
  • મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians): IPL ના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ અને 5 વખતની ચેમ્પિયન મુંબઈ 7 માંથી 4 જીત અને 3 હાર મેળવી ચોથા સ્થાને છે. તેની પાસે કુલ 8 ગુણ છે. રોહિત શર્માની ટીમનો નેટ રન રેટ 0.062 છે.
  • રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals): આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સ હાલની સિઝનમાં કુલ 6 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે. રાજસ્થાને 7 માંથી 3 મેચ જીતી, જ્યારે 4માં હારનો સામનો કરવો પડ્યો છે.રાજસ્થાનની નેટરન રેટ -0.190 છે.
  • પંજાબ કિંગ્સ(Punjab Kings ): પંજાબ કિંગ્સે ચોક્કસપણે તેમનું નામ બદલ્યું, પરંતુ તેમના પ્રદર્શન પર કોઈ અસર થઈ નહીં. 8 મેચમાં તેણે માત્ર 3 જીત મેળવી હતી, જ્યારે તેને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કુલ 6 પોઈન્ટ સાથે તે છઠ્ઠા સ્થાને છે. પંજાબનો રન રેટ -0.368 છે.
  • કોલકાતા નાઈટ રાઈડર્સ(Kolkata knight riders): શાહરુખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં 7 માંથી માત્ર 2 મેચ જીતી છે, જ્યારે 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. KKR 4 પોઈન્ટ સાથે 7માં સ્થાને છે.
  • સનરાઇઝર્સ હૈદરાબાદ(Sunrisers Hyderabad): સનરાઇઝર્સ હૈદરાબાદ 7માંથી એક જીત સાથે પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. હૈદરાબાદને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેના કુલ 2 પોઈન્ટ મેળવ્યા છે.
  દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોઈ શકશે

  દર્શકો 16 સપ્ટેમ્બરથી આઈપીએલ મેચો માટે ટિકિટ ખરીદી શકે છે. IPLની સત્તાવાર વેબસાઇટ www.iplt20.com પરથી ટિકિટ ખરીદી શકાય છે. આ સિવાય, platinumlist.net પરથી પણ ટિકિટ ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે આ વર્ષે મે મહિનામાં 14 મી સીઝન મુલતવી રાખવામાં આવી હતી. ભારતમાં કોરોના વાયરસના ઘણા કેસો બાદ કેટલાક આઈપીએલ ખેલાડીઓ પણ આ વાયરસથી પકડાયા હતા, ત્યારબાદ ટૂર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી.

  આગામી 27 દિવસ સુધી ચાલશે આઈપીએલ

  પહેલી મેચ દુબઈમાં ચેન્નઈ સુપર કિંગસ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે યોજાશે. આ સાથે જ યોજાનારી તમામ મેચોનું જે શિડ્યુલ છે તે પણ BCCIએ જાહેર કર્યું છે.જેમાં દુબઈમાં 13, શારજાહમાં 10 અને 8 મેચો અબુધાબીમાં રમવામાં આવશે. IPL 2021ની 29 મેચો અત્યાર સુધી યોજાઇ શકી છે. બાકી રહેલ 31 મેચો હવે 27 દિવસમાં યોજવામાં આવશે. એક દિવસમાં બે મેચો યોજવામાં આવશે. આ મેચો ભારતીય સમય મુજબ બપોરે 3.30 અને રાતે 7.30 વાગ્યે શરૂ થશે. IPL 2021 કોરોના વાયરસની બીજી લહેરને કારણે વચ્ચે જ રોકી દેવામાં આવી હતી. કારણકે બાયો બબલ હોવા છતાં પણ IPL ખેલાડીઓમાં કોરોનાના સંક્રમણ ફેલાઈ ગયું હતું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: CSK, Ipl 2021, Ipl match, Mumbai indians

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन