IPL 2021: આ કારણે અમદાવાદ અને દિલ્હીમાં તૂટ્યું બાયો-બબલ, સામે આવ્યા કારણ

અમદાવાદની જેમ દિલ્હીની રોશનઆરા ક્લબ પણ ગીચ વિસ્તારમાં હતી. જે રોગચાળાના સમયમાં પ્રેક્ટિસ માટે યોગ્ય નહોતું.

અમદાવાદની જેમ દિલ્હીની રોશનઆરા ક્લબ પણ ગીચ વિસ્તારમાં હતી. જે રોગચાળાના સમયમાં પ્રેક્ટિસ માટે યોગ્ય નહોતું.

  • Share this:
કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ચેપ લાગ્યાં બાદ IPL 2021ને મુલતવી રાખવામાં આવી હતી. હવે તેને સ્થગિત રાખવાનું કારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, BCCI દ્વારા IPLના બીજા તબક્કા માટે દિલ્હી અને અમદાવાદની પસંદગી કરવામાં આવી હતી. જ્યાં પ્રેક્ટિસ માટે વધુ સારી સુવિધાઓ ન હતી. આશંકા છે કે, આ સમયગાળા દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું હતું અને ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આ બધા કારણોસર લીગને 29 મેચ બાદ સ્થગિત કરવી પડી હતી.

આ સમગ્ર મામલા સાથે સંકળાયેલા બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું હતું કે, બોર્ડ અને રાજ્ય ક્રિકેટ એસોસિએશનો માને છે કે, દિલ્હી અને અમદાવાદમાં બીજા ચરણની મેચો યોજવાનો નિર્ણય ખોટો હતો. દરેક શહેરમાં ચાર ટીમો હતી, મુખ્ય મેદાન સિવાય, જે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ હતી અને જ્યાં લીગ મેચ પણ યોજાઇ હતી. બાકીની પ્રેક્ટિસ માટે જે મેદાન માટે પૂરા પાડવામાં આવ્યા હતા. ત્યાં લોકો કોરોના વાયરસના સંપર્કમાં આવે તેવી શક્યતા હતી.

મોરબીમાં પુત્રએ માતાને ઢસડીને માર્યો માર, Video વાયરલ થતા તપાસનાં આદેશ

દિલ્હીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોશનઆરા ક્લબના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી. તે જ સમયે, અમદાવાદમાં હાજર ટીમે સુવિધાઓના અભાવે ગુજરાત કોલેજના મેદાનમાં પ્રેક્ટિસ કરવી પડી હતી. આ બંને શહેરોમાં પ્રેક્ટિસના મેદાનો ભીડવાળા અથવા શહેરના જૂના ભાગોમાં હતા.

અમદાવાદના આયુર્વેદિક ડોક્ટર માલતીબહેનનો 4 જ દિવસમાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, જાણો કેવી રીતે?

ટીમોએ અમદાવાદની ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવી પડી

BCCIના અધિકારીએ જણાવ્યું કે, મોટેરામાં નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના ગ્રાઉન્ડ હજી સંપૂર્ણ રીતે તૈયાર નથી થયા. પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓ અહીં મોટા શોટ રમી શકે નહીં. જેથી ટીમોએ ગુજરાત કોલેજના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા જવું પડ્યું હતું અને તેમાં જોખમ હતું. કારણ કે માળી, સુરક્ષા કર્મચારીઓ અને અન્ય ઘણા સ્ટાફ પહેલાથી જ ત્યાં જ હતા અને ખેલાડીઓના ચેપ લાગવાની સંભાવના વધારે હતી. કોલકાતા નાઈટ રાઇડર્સ સિવાય અન્ય બે ટીમોએ આ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી હતી. બાદમાં KKRના ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદમમાં વાઈફ સ્વેપિંગ! પતિએ પત્નીને જેઠ સાથે અને ભાભીને પોતાની સાથે સેક્સ કરવા કહ્યું, પછી?

દિલ્હીમાં પણ સુવિધાઓનો અભાવ

અમદાવાદની જેમ દિલ્હીની રોશનઆરા ક્લબ પણ ગીચ વિસ્તારમાં હતી. જે રોગચાળાના સમયમાં પ્રેક્ટિસ માટે યોગ્ય નહોતું. અહીં પણ સ્થાનિક સ્ટાફ ફરજ પર હતો, જે ખેલાડીઓને સંક્રમિત કરી શકે. જે હોટલની પાસે IPLની ટીમો દિલ્હીમાં રોકાઈ હતી. તેની પાસે જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટી ગ્રાઉન્ડ હતી. જે એકદમ સલામત હતું અને તેનું ડ્રેસિંગરૂમ પણ સારું હતું. પરંતુ પિચમાં ચોક્કસપણે સમસ્યા હતી. કદાચ આ જ કારણે ટીમોએ રોશનઆરા ક્લબ ખાતે પ્રેક્ટિસ સેશન કર્યું હતું.


IPL 2021માં દિલ્હી અને અમદાવાદમાં યોજાવાની હતી 20 મેચો

IPL 2021ના બીજા ચરણમાં દિલ્હી અને અમદાવાદમાં IPLની કુલ 20 મેચો રમાવાની હતી. જેમાંથી અમદાવાદમાં 12 અને દિલ્હીમાં 8 યોજાવાની હતી. જોકે, IPL સ્થગિત થતા પહેલા દિલ્હીમાં ચાર અને અમદાવાદમાં પાંચ મેચો યોજાઈ ચુકી હતી. ઉપરાંત મુંબઈ અને ચેન્નઈમાં કુલ 20 મેચો રમાઈ ચુકી હતી.
First published: