IPLમાં ભાવનગરનું હિર : ચેતન સાકરીયા સામે ભલભલા બેટ્સમેન ગોઠણીયે વળી ગયા

રાજસ્થાન રોયલ (ફાઈલ ફોટો)

કેપ્ટને મુકેલા વિશ્વાસ બાદ આ બંને પ્લેયર્સ સામે સાકરીયાએ આત્મવિશ્વાસ સાથે બોલિંગ કરી હતી. સૌપ્રથમ બોલ ઇનસ્વિંગ નાખ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : ક્રિકેર જગતમાં પણ પરીકથા અને હકીકત વચ્ચે ભેદ પરાખવો મુશ્કેલ બને છે. રાજસ્થાન રોયલ્સના નવા પ્લેયર ચેતન સાકરીયા પણ ટીમ માટે પરિકથાના પાત્ર જેવો બની ગયો છે. મુંબઈમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં 4 ઓવરમાં 3 વિકેટ લઈ ચેતાને ઇતિહાસ રચી નાખ્યો છે. રાજસ્થાન રોયલની શરૂઆત ભલે વિજય સાથે ન થતી હોય પણ ચાહકોના દિલમાં જગ્યા જરૂર કરી જાય છે. તેવું જ આ મેચમાં પણ થયું હતું.

ચેતન સાકરીયાની બોલિંગમાં નવીનતાએ તેને ટીમમાં આગવું સ્થાન આપ્યું છે. આઇપીએલમાં લેફ્ટ આર્મ મીડીયમ ફાસ્ટ સ્વિંગ બોલર તરીકે સૌપ્રથમ મેચમાં જ તેણે કમાલ કરી બતાવ્યો હતો. મયંક અગ્રવાલ અને કે એલ રાહુલ જેવા ધૂંઆધર બેટ્સમેન સામે તેણે તે જરાક પણ નર્વસ થયો નહોતો. કેપ્ટને મુકેલા વિશ્વાસ બાદ આ બંને પ્લેયર્સ સામે સાકરીયાએ આત્મવિશ્વાસ સાથે બોલિંગ કરી હતી. સૌપ્રથમ બોલ ઇનસ્વિંગ નાખ્યો હતો.

પ્રથમ ઓવરમાં તેણે 10 રન આપ્યા હતા. જોકે ત્યાર બાદ પણ સેમસને તેના પર વિશ્વાસ દાખવ્યો હતો. જેના સારા પરિણામ મળ્યા હતા. કેટલીક ડિલિવરી નાખ્યા બાદ તેણે અગ્રવાલને સૌપ્રથમ શિકાર બનાવ્યો હતો. જે ટીમ માટે મોટી સિદ્ધિ હતી. ત્યાર બાદ યુનિવર્સલ બોસ ગણાતા ક્રિસ ગેલને પણ પાવરપ્લે દરમિયાન કાબુમાં રાખવામાં સફળતા મેળવી હતી.

સાકરીયાએ દિપક હૂડા અને રાહુલ સામે જોખમ ઉભું કર્યું હતું. લાઇન અને લેંથના મિશ્રણથી આ બંને બેટ્સમેન ચકિત થઈ ગયા હતા. શોર્ટ-પિચ ડિલિવરી સાથે ધીમી ડિલિવરીનું મિશ્રણ તેમના માટે ખતરનાક બન્યું હતું. - સાકરિયા પ્રથમ ચાર ડિલિવરીમાં શાનદાર રહ્યો. વિશ્વની સૌથી પ્રખ્યાત લીગમાં તેની પ્રથમ મેચ કઈ હતી તેનામાં મોટા મંચની કોઈ ચિંતા બતાવી નથી. તેણે યોર્કરનો પણ શાનદાર ઉપયોગ કર્યો હતો. તેની પ્રથમ ચાર ડિલિવરી જોરદાર હતી. સામાન્ય રીતે પ્રથમ મેચમાં બોલર થોડાક નર્વસ થઈ જાય છે પરંતુ સાકરીયાની વાત અલગ હતી.

આ પણ વાંચોરાજકોટ : Corona પોઝોટિવ મહિલાની ખબર પૂછવા ફોન કર્યો, ચાલુ ફોને જ મહીલાનું મોત

તેની છેલ્લી ઓવરમાં તેણે રાહુલ અને રિચાર્ડસનની વિકેટ લીધી હતી. તેણે આ ઓવરમાં માત્ર 5 રન જ આપ્યા હતા. બોલિંગમાં વિવિધતાના કારણે તે સ્પેલમાં સફળ રહ્યો હતો. એકંદરે તેણે 4 ઓવરમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તેણે મેચને હાઈ સ્કોરિંગ થતા અટકાવ્યો હતો. તેણે પોતાના સ્પેલમાં કુલ 13 ડોટ બોલ નાખ્યા હતા.

ગત ફેબ્રુઆરીમાં મીની ઓપન થયું હતું. જેમાં રાજસ્થાન રોયલ્સે સાકરીયાને રૂપિયા 1.2 કરોડમાં ખરીદ્યો હતો. અગાઉ તે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો ભાગ હતો. તે સમયે તે નેટ બોલર રહ્યો હતો. સાકરીયાએ પોતાની જાતને આપબળે જ ટ્રેઈન કરી છે. ટેનિસ બોલથી પ્રેક્ટિસ કરી તેણે પોતાની બોલિંગ સુધારી હતી.

આ પણ વાંચોસુરત : સલામ Corona વોરિયર્સ, 25 વર્ષિય મહિલા પોલસકર્મીએ દમ તોડ્યો, પોલીસબેડામાં સર્જાયા કરૂણ દ્રશ્ય

રાજકોટથી 180 કિલોમીટર દૂર વરતેજમાં સાકરીયાનો જન્મ થયો હતો. તેના પરિવારના ભરણપોષણની જવાબદારી તેના શિરે હતી. ભાવનગર ખાતે તે તેના કાકાની દુકાનમાં કામ કરતો હતો. જેથી તેનું ગુજરાન ચાલી શકે.

2015માં કુચ બિહાર ટ્રોફી સમયે સૌરાષ્ટ્ર માટે 18 વિકેટ લીધા બાદ સાકરીયા સૌપ્રથમ વખત લોકોની નજરે ચડ્યો હતો. ત્યારબાદ તેને ગ્લેન મેકગ્રાથ પાસે ટ્રેઈન થવાની તક મળી હતી. તેને એમઆરએફ ફાઉન્ડેશન દ્વારા આ તક આપવામાં આવી હતી. 2018-19ની રણજી ટ્રોફી દરમિયાન તેણે સૌરાષ્ટ્ર તરફથી ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં પગ મૂક્યો હતો. તેણે 15 ફર્સ્ટ કલાસ અને 7 એ લિસ્ટ મેચ રમ્યા છે. પરંતુ ટી20માં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. 17 મેચમાં તેણે 31 વિકેટ ઝડપી હતી. 12.3નો સ્ટ્રાઈક રેટ જ્યારે 7.13નો ઇકોનોમી રેટ રહ્યો છે.

આ પણ વાંચોCM રૂપાણીનો Video Edit કરી વાઇરલ કરનાર ઝડપાયો, CMની પદ-પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું કર્યું કૃત્ય

2021માં તેણે મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં 5 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. જેમાં તેનો ઇકોનોમી રેટ 4.9નો રહ્યો હતો. આ ટુર્નામેન્ટના કારણે તેના માટે આઇપીએલના દ્વાર ખુલી ગયા હતા. આઇપીએલની ટેલેન્ટ સ્કાઉટે તેના પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

આઈપીએલની હરાજીના થોડા દિવસો પહેલા જ સાકરીયાના ભાઈ નું મૃત્યુ થયું હતું. જોકે આ ઘટનાથી તે વિચલિત થયો નહોતો. તેની આશાઓ જીવંત હતી. તેણે આઈપીએલમાં રમવાની આકાંક્ષાઓ પુરી કરી હતી. બોકને સ્વિંગ કરાવવામાં તે જાણીતો છે. તેનું એક્યુરિસી અને ડીસીપ્લીનના કારણે તે ધુંઆધાર બેટ્સમેન સામે પણ ઓછો ધોવાયો છે જેથી તેનું ટેલેન્ટ આજે લોકો સામે આવીને ઉભું રહ્યું છે.
First published: