IPL 2021: રવિન્દ્ર જાડેજાએ ધોનીને મળ્યા બાદ કહ્યું, 2009 જેવો ઉત્સાહ હજી પણ યથાવત

IPL 2021: રવિન્દ્ર જાડેજાએ ધોનીને મળ્યા બાદ કહ્યું, 2009 જેવો ઉત્સાહ હજી પણ યથાવત

  • Share this:
    નવી દિલ્હી: રવિન્દ્ર જાડેજા ઈજા બાદ ક્રિકેટ રમવા તૈયાર છે. તેઓ ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે જોડાઈ ગયો છે. તેઓ આઈપીએલમાં ટીમની પ્રથમ મેચમાં પ્રવેશ કરી શકે છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ મેચમાં 10 એપ્રિલે દિલ્હી કેપિટલનો સામનો કરવો પડશે. ટી-20 લીગ 9 એપ્રિલથી શરૂ થશે. ગત સિઝનમાં ચેન્નાઇની ટીમ 7માં સ્થાન પર હતી જ્યારે દિલ્હીની ટીમ રનર-અપ રહી હતી. આ વખતે દિલ્હીને નવો કેપ્ટન મળ્યો છે. શ્રેયસ ઐયર ઈજાના કારણે બહાર છે. ઋષભ પંત દિલ્હીની કમાન સંભાળશે.

    ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મહેન્દ્રસિંહ ધોની સાથેની બેઠકનો ફોટો શેર કર્યો છે. ટ્વિટર પર ફોટો શેર કરતી વખતે જાડેજાએ લખ્યું કે, 'જ્યારે પણ હું તેમને મળું છું, એવું લાગે છે કે, હું પહેલીવાર તેની સાથે મળી રહ્યો છું. વર્ષ 2009માં તેને મળવા જેવો ઉત્સાહ હજુ પણ છે. જાડેજા ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. ઈજાના કારણે તે ઈંગ્લેન્ડની શ્રેણીમાં સ્થાન મેળવી શક્યો ન હતો. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અક્ષર પટેલને તેની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો.



    તાજેતરમાં સીએસકેને મોટો ફટકો પડ્યો હતો. ટીમના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે પરિવાર સાથે સમય વિતાવવા માટે આઈપીએલની બહાર રહેવાનો નિર્ણય લીધો છે. જો કે, ટીમને ઇંગ્લેંડના ઓલરાઉન્ડર સૈમ કરેન તરફથી ઘણી આશા છે. ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણીમાં રમાયેલી છેલ્લી વનડેમાં કરેન 8મા ક્રમે ઉતર્યો હતો અને તેણે અણનમ 95 રન બનાવ્યા હતા. તેણે ટીમને જીતની નજીક પહોંચાડી હતી.

    જાડેજાએ IPLમાં 100થી વધુ વિકેટ લીધી છે, 2 હજારથી વધુ રન બનાવ્યા

    સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે લીગમાં અત્યાર સુધીમાં 184 મેચ રમી છે. 25ની એવરેજથી 2159 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદી પણ લગાવવામાં આવી છે. બોલિંગની વાત કરીએ તો તેણે 30ની એવરેજથી 114 વિકેટ ઝડપી છે. ત્રણ વાર ચાર વિકેટ અને એક વખત પાંચ વિકેટ ઝડપી છે. ચેન્નાઈ માટે ત્રણ વખત ખિતાબ જીતનાર ટીમમાં તેનો સમાવેશ પણ થયો હતો.
    Published by:kuldipsinh barot
    First published:April 02, 2021, 22:45 pm

    ટૉપ ન્યૂઝ