નવી દિલ્હી : ઋતુરાજ ગાયકવાડ (75) અને પ્લેસિસની અડધી સદી (56)ની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ-2021માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
મેચ અપડેટ્સ
- રૈના 17 અને જાડેજા 7 રને અણનમ
- પ્લેસિસના 38 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે 56 રન
- મોઇન અલી 15 રને આઉટ
- પ્લેસિસ અને ગાયકવાડ વચ્ચે 13 ઓવરમાં 129 રનની ભાગીદારી
- ઋતુરાજ ગાયકવાડના 44 બોલમાં 12 ફોર સાથે 75 રન
- હૈદરાબાદના 20 ઓવરમાં 3 વિકેટે 171 રન
- વિલિયમ્સનના 10 બોલમાં અણનમ 26 રન
આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ભારતીયોની મદદ માટે આગળ આવ્યો, પીએમ કેર ફંડમાં 37 લાખ રૂપિયા આપ્યા
- મનિષ પાંડેના 46 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 61 રન
- ડેવિડ વોર્નરના 55 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 57 રન
- બેયરસ્ટો 7 રન બનાવી આઉટ થયો
- હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બંને ટીમો આ પ્રકારે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ - ડેવિડ વોર્નર, બેયરસ્ટો, મનિષ પાંડે, વિલિયમ્સન, કેદાર જાધવ, વિજય શંકર, રાશિદ ખાન, જે સુચિથ, સંદીપ શર્મા, ખાલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ.
ચેન્નાઈ સુપર કિંગ્સ - ઋતુરાજ ગાયકવાડ, પ્લેસિસ, મોઇન અલી, સુરેશ રૈના, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, સેમ કુરેન, શાર્દુલ ઠાકુર, લુંગી એન્ગિડી, દીપક ચાહર.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Chennai super kings, CSK Vs SRH, Ipl 2021, Live cricket, Live Cricket Score, Sunrisers hyderabad, આઇપીએલ