નવી દિલ્હી: ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)એ આઇપીએલ (2021)માં જીતવાની લય પકડી લીધી છે. દિલ્લી કેપિટલ્સ સામે પહેલી મેચમાં હાર મળી હતી. પરંતુ ત્યાર બાદથી જ ટીમે સતત બે મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ચેન્નાઇએ તેની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે (CSK vs RR) 45 રને જીત મેળવી હતી. આ સાથે જ ટીમ પોઇન્ટ ટેબલ પર બીજા નંબર પર આવી ગઇ છે.
ચેન્નાઇ સુપરકિંગ્સે પહેલા બેટીંગ કરતા 9 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. મહત્વનું છે કે, કોઇ પણ બેસ્ટમેન ફિફ્ટ મારવામાં પણ અસફળ રહ્યો હતો. જવાબમાં રાજસ્થાન રોયલ્સ સ્કોર એક સમયે 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 87 રન કર્યા હતા પરંતુ, આગામી 21 બોલમાં ટીમે માત્ર 8 રન કર્યા અને 5 વિકેટ ગુમાવી દીધી હતી. આવી રીતે સ્કોર 14.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 95 રન કર્યા હતા. આ 21 બોલમાં જ રાજસ્થાનની ટીમે મેચ ગુમાવી દીધી હતી.
જાડેજાની 2 મોઈન અલીની 3વિકેટ
ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાની 12મી ઓવરમાં જોસ બટલર અને શિવમ દૂબેની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. બટલરે 49 રન બનાવ્યા હતા. ત્યાર બાદ મોઈન અલીએ 13મી ઓવરમાં એક અને 15મી ઓવરમાં 2 વિકેટ લીધી મેળવી અને રાજસ્થાનની ટીમ બેકફૂટ પર આવી ગઇ હતી. રાજસ્થાનના 6 બેટ્સમેન તો 10 અંકનો આંકડા સુધી પણ નહોતા પહોચ્યા મોઈન અલીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો તેણે 20 બોલમાં 26 રન પણ બનાવ્યા હતા.
જાડેજાએ 8 રન બનાવ્યા 2 વિકેટ લીધી અને 4 કેચ પણ પકડ્યા હતા.
આ મેચ રવિન્દ્ર જાડેજા માટે ખાસ સાબિત થઇ હતી. જ્યારે ધોની માટે કેપ્ટન તરીકે તેની 200મી મેચ હતી. તેવામાં તમામ ખેલાડીઓ તેમનું યોગદાન આપવા માંગતા હતા. જાડેજાએ પહેલા બેટીંગ કરીને 8 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બોલીંગ કરતા તેણે 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે જોરદાર ફિલ્ડીંગ કરતા 4 કેચ પણ પકડ્યા હતા એટલે કે જાડેજાએ 6 વિકેટ લેવામાં તેનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઇની ટીમે પહેલા બેટીંગ કરતા 9 વિકેટના નુકશાને 188 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાન 9 વિકેટ ગુમાવીને 143 રન કરી શકી હતી અને રાજસ્થાનની ત્રણ મેચમાં આ બીજી હાર છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર