CSK vs PBKS: હવે પંજાબની સામે ચેન્નાઇ સુપર કિંગ્સની મેચ, પ્લેઈંગ-XI થશે આ બદલાવ

CSK vs PBKS: હવે પંજાબની સામે ચેન્નાઇ સુપર કિંગ્સની મેચ, પ્લેઈંગ-XI થશે આ બદલાવ

  • Share this:
    મુંબઈ: ત્રણ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)હવે શુક્રવારે પંજાબ કિંગ્સ (PBKS)નો મુકાબલો થશે, જેની શરૂઆત આઈપીએલની 14 મી સીઝનમાં હાર સાથે થઇ હતી. આ સિઝનની 8મી મેચ હશે. ચેન્નાઇની સીઝનની શરૂઆત નબળી રહી હતી અને તેની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો. મેચમાં 188 રન બનાવ્યા પછી ચેન્નાઈની ટીમ હારથી બચી શકી નહીં અને દિલ્હીના બેટ્સમેનો, ખાસ કરીને પૃથ્વી શો અને શિખર ધવને શાનદાર પ્રદર્શન કર્યું. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 24 મેચ રમવામાં આવી છે, જેમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સે 15 જીત મેળવી છે જ્યારે પંજાબ કિંગ્સે ફક્ત 9 મેચ જીતી છે.

    હવે ચેન્નઈની ટીમ શુક્રવારે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (CSK vs PBKS) સામે ટકરાશે. બીજી તરફ, બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની ટીમ પંજાબે વાનખેડે ખાતે પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ સામે ચાર રનની રોમાંચક જીતી હતી. જોકે ચેન્નાઇ સામે પંજાબનો ખાસ રેકોર્ડ નથી, પરંતુ મુંબઇમાં રમાયેલી બે મેચમાંથી આ ફ્રેન્ચાઇઝીએ એકવાર 2014માં ધોનીની કેપ્ટનશીપ વાળી ટીમને હરાવી હતી.



    વાનખેડે સ્ટેડિયમની પિચ ખાસ કરીને બેટ્સમેન માટે મદદગાર સાબિત થઈ છે. બોલરો આ પિચ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા છે, જોકે 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવાને કારણે વરસાદ કે હવામાન ખરાબ થવાની સંભાવના નથી. ગત મેચમાં પંજાબની ટીમે જીત મેળવી હતી, જેના કારણે પ્લેઈંગ-ઈલેવનમાં કેટલાક ખાસ ફેરફાર જોવા મળતા નથી. ક્રિસ જોર્ડનને રિલે મેરિડિથને રીપ્લેસ કરવાની તક મળી શકે છે.

    અપેક્ષિત પ્લેઈંગ - XI
    પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્રિસ ગેલ, નિકોલસ પૂરણ, દિપક હૂડા, શાહરૂખ ખાન, જય રિચાર્ડસન, ક્રિસ જોર્ડન, મુરુગન અશ્વિન, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી

    ચેન્નાઈ સુપર કિંગ્સ
    ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસી, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, સેમ કારેન, શાર્દુલ ઠાકુર અને દિપક ચહર
    Published by:kuldipsinh barot
    First published:April 15, 2021, 17:27 pm