IPL 2021 : મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની થશે ટક્કર, આ પ્લેઈંગ -XI સાથે મેદાનમાં ઉતરશે બંન્ને ટીમ

IPL 2021 ના ​​બીજા તબક્કાની પ્રથમ મેચ દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

IPL 2021 ના ​​બીજા તબક્કાની પ્રથમ મેચ દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK vs MI) સામસામે હશે. જાણો - જેની સાથે બંને ટીમો રમી શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: વિશ્વની સૌથી ધનિક ટી 20 લીગ (IPL 2021) ની 14મી સીઝનનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બર એટલે કે રવિવારથી શરૂ થઈ રહ્યો છે. રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની આગેવાનીવાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK vs MI) દુબઈમાં ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, ટોસ અડધો કલાક વહેલો સાંજે 7 વાગ્યે થશે.

    ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super kings): આઈપીએલની સૌથી સફળ ટીમોમાંની એક, એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે 7 માંથી 5 મેચ જીતી, જ્યારે 2 મેચ હારી. CSK 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. CSKની નેટ રન રેટ 1.263 છે.

    મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians): IPL ના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ અને 5 વખતની ચેમ્પિયન મુંબઈ 7 માંથી 4 જીત અને 3 હાર મેળવી ચોથા સ્થાને છે. તેની પાસે કુલ 8 ગુણ છે. રોહિત શર્માની ટીમનો નેટ રન રેટ 0.062 છે.

    IPL મેચ 30 - ચેન્નાઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

    ક્યાં- દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઇ

    ક્યારે - 17 સપ્ટેમ્બર 2021, સાંજે 7:30 (ભારતીય સમય)

    લાઇવ ક્યાં જોવું - સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક, જિયો ટીવી અને ડિઝની+ હોટસ્ટાર

    બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

    મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) - રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (wk), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, જેમ્સ નીશામ/નાથન કુલ્ટર -નાઇલ, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ

    ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super King) - ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મોઈન અલી, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, સેમ કરેન, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ/લુંગી એનગીડી અને ઈમરાન તાહિર.

    આઈપીએલ 2021નો (IPL 2021) બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. બીજા તબક્કાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (chennai Super Kings) વચ્ચે રમાશે. થોડા મહિના પહેલા કોરોનાને કારણે, આ લીગ 29 મેચ બાદ જ મુલતવી રાખવામાં આવી હતી અને હવે બાકીની 31 મેચોનું આયોજન યુએઈમાં કરવામાં આવી રહ્યું છે. લીગ સ્થગિત કરવામાં આવી તે પહેલા તમામ 8 ટીમોએ 7 થી 8 મેચ રમી હતી અને આ મેચોના આધારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) 12 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ગત સીઝનમાં 7 માં સ્થાને રહેલી એમએસ ધોનીની (MS Dhoni) ચેન્નઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

    ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:kuldipsinh barot
    First published: