નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021)નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી યોજાવાનો છે. કોરોના કેસ આવ્યા બાદ ટી- 20 લીગ 4 મેના રોજ મુલતવી રાખવામાં આવી હતી. 60 મેચમાંથી 29 મેચ યોજાઈ છે, જ્યારે 31 મેચ હજુ રમવાની બાકી છે. તમામ મેચ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન યુએઈમાં રમાશે. બીસીસીઆઈ (BCCI)એ તમામ ફ્રેન્ચાઈઝીઓને કહ્યું કે, યુએઈ (UAE) જતા પહેલા તમામ સભ્યોએ કોરોના( covid vaccination)ના બંન્ને ડોઝ લેવા જરૂરી છે.
યુએઈ જનારા તમામ ખેલાડીઓ વેક્સિનના 2 ડોઝ લેવા જરૂરી: BCCI
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે, તમામ ટીમોને કહેવામાં આવ્યું છે કે, ટીમના તમામ સભ્યોએ યુએઈ જતા પહેલા કોરોના રસીના બંને ડોઝ લેવા જોઈએ. આ સાથે, યુએઈ પહોંચવામાં કોઈ સમસ્યા નહીં હોય. તે જાણીતું છે કે, યુએઈ પહોંચ્યા પછી, ખેલાડીઓ અને અન્ય સભ્યોએ 7 દિવસ માટે કોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ પછી, ખેલાડીઓ કોરોના નેગેટિવ રીપોર્ટ આવ્યા પછી જ ખેલાડીઓ ટ્રેનિંગ કરી શકશે.
IPLના બીજા તબક્કાની મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. બાકીની 31 માંથી 13 મેચ દુબઈમાં રમાશે. આ સિવાય શારજાહમાં 10 અને અબુધાબીમાં 8 મેચ રમાશે. આઈપીએલ પછી, ટી 20 વર્લ્ડ કપની મેચ પણ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ દેશોના ખેલાડીઓ આઈપીએલમાં પ્રવેશ કરવા ઈચ્છશે, જેથી તૈયારી મજબૂત થઈ શકે. જોકે, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ અંગે હજુ પણ શંકા છે. આઈપીએલ 2020ની આખી સીઝન યુએઈમાં યોજાઈ હતી અને મુંબઈ ઈન્ડિયન્સે રેકોર્ડ 5મી વખત ટાઇટલ પર કબજો કર્યો હતો.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પણ છે. તેના માટે IPLમાં રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જોકે આ સમયગાળા દરમિયાન કિવિ ટીમ પાકિસ્તાનના પ્રવાસે હશે, પરંતુ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે વિલિયમસન આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે નહીં અને આઈપીએલમાં રમશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સે કહ્યું છે કે, તેના માટે IPLની બાકીની મેચોમાં રમવું મુશ્કેલ છે. કેકેઆર ટીમ માટે આ મોટો આંચકો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર