Big News: અક્ષર પટેલ કોરોના પૉઝિટિવ, દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો

Big News: અક્ષર પટેલ કોરોના પૉઝિટિવ, દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો
અક્ષર પટેલ. (ફાઇલ તસવીર)

Axar Patel Tests Positive for Covid-19: આઈપીએલ 2021 પહેલા કોરોના પૉઝિટિવ થનાર અક્ષર પટેલ બીજો ખેલાડી છે. આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ ખેલાડી નીતિશ રાણા કોરોના સંક્રમિત થયો હતો.

  • Share this:
    નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021) પહેલા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)નો ઑલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ (Axar Patel) કોરોના પૉઝિટિવ (Corona Positive) થયો છે. સમાચાર એજન્સી એએનઆઈ તરફથી સૂત્રોના હવાલેથી આ સમાચાર આવ્યા છે. અક્ષર પટેલ હાલ તમામ પ્રૉટોકોલ પ્રમાણે આઈસોલેશનમાં છે. દિલ્હી કેપિટલ માટે આ એક ઝટકા સમાન છે. દિલ્હીએ પોતાની રમત ચેન્નાઈ સામે મુંબઈમાં રમવાની છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટમાં 27 વિકેટ ઝડપનાર અક્ષર પટેલ પહેલી મેચમાં રમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. આ પહેલા દિલ્હીનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

    27 વર્ષના અક્ષર પટેલે આઈપીએલ કારકિર્દીમાં અત્યારસુધી 97 મેચમાં સ્પિન બોલિંગમાં 80 વિકેટ લીધી છે. જ્યારે 913 રન પણ બનાવ્યા છે. આઈપીએલ 2021 શરૂ થયા પહેલા અક્ષર પટેલ કોરોના પૉઝિટિવ થનાર બીજો ખેલાડી છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સનો નીતિશ રાણા પોઝિટિવ થયો હતો. હાલ તે સાજો થઈ ગયો છે.



    આ પણ વાંચો: સુરત: નામાંકિત ટીવી સીરિયલ એક્ટર અને બિલ્ડિર ચેન સ્નેચિંગ કરતા ઝડપાયા

    વાનખેડે સ્ટેડિયમના 8 મેદાનકર્મી પૉઝિટિવ

    આ પહેલા સમાચાર આવ્યા હતા કે વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ટકર્મી કોરોના સંક્રમિત થયા છે. વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની 14મી સિઝનની 10 મેચ રમાનાર છે. મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને બીસીસીઆઈએ ચિંતા વ્યક્ત કરી છે. સ્પોર્ટસ્ટારના રિપોર્ટ પ્રમાણે ગત અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમના 19 મેદાનકર્મીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોનો રિપોર્ટ પહેલા જ આવી ગયો હતો. જ્યારે પાંચ અન્ય કર્મચારીઓ પહેલી એપ્રિલના રોજ આવેલા રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા છે.

    આ પણ વાંચો: કોરોનાની બીજી લહેર એપ્રિલમાં આખા દેશમાં હાહાકાર મચાવશે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી


    આ પણ વાંચો: મુંબઈની આધેડ મહિલાને ટિકટૉકના માધ્યમથી થયો બિહારના તરુણ સાથે પ્રેમ, લગ્ન કરવા પહોંચી બિહાર!

    કોરોનાને કારણે ટૂર્નામેન્ટ બાયો સિક્યોર બબલમાં રમવામાં આવશે. લીગ સ્ટેજ દરમિયાન દરેક ટીમે ફક્ત ત્રણ વખત જ પ્રવાસ કરવો પડશે. એટલે કે ત્રણ વખત પ્રવાસ કરીને જ તેઓ તમામ મેચ પૂર્ણ કરી શકશે. કોરોના વાયરસને પગલે લીગના શરૂઆતના સ્ટેજમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ વખતે ફાઇનલ સહિત તમામ 40 મેચ છ શહેરમાં રમાશે. જેમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતા શામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 03, 2021, 14:58 pm

    ટૉપ ન્યૂઝ