Home /News /sport /KKR સામેની મેચ પહેલા RCBને લાગ્યો ઝટકો, વિરાટના 2 ખેલાડીઓએ અચાનક છોડી ટીમ

KKR સામેની મેચ પહેલા RCBને લાગ્યો ઝટકો, વિરાટના 2 ખેલાડીઓએ અચાનક છોડી ટીમ

KKR સામેની મેચ પહેલા RCB ના બે ખેલાડીઓએ અચાનક ટીમ છોડી દીધી હતી. (RCB Instagram)

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે એલિમિનેટર (RCB vs KKR Eliminator) મેચ પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો આંચકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર વાનીંદુ હસરંગા (Wanindu Hasaranga) અને ઝડપી બોલર દુષ્મંથા ચમીરા (Dushmantha Chameera) એ ટીમના બાયો-બબલને છોડી દીધો છે.

વધુ જુઓ ...
દુબઈ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ સોમવારે ઓલરાઉન્ડર વાનીંદુ હસરંગા (Wanindu Hasaranga) અને ઝડપી બોલર દુષ્મંથા ચમીરાને (Dushmantha Chameera) ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે શ્રીલંકાની ટીમમાં જોડાવા માટે ટીમના બાયો બબલને છોડી દેવાની મંજૂરી આપી હતી. આરસીબીએ ઓસ્ટ્રેલિયન એડમ ઝમ્પા અને ડેનિયલ સેમ્સની જગ્યાએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની વર્તમાન સીઝનના બીજા તબક્કા માટે ટીમમાં હસરંગા અને ચમીરાને સ્થાન આપ્યું હતું.

જ્યારે હસરંગાએ બે મેચ રમી હતી, જ્યારે ચમીરાને એક મેચમાં પણ પ્લેઇંગ -11 માં સ્થાન મળ્યું ન હતું. આ બે RCB અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે IPL Eliminator માટે ઉપલબ્ધ રહેશે નહીં.

આરસીબીએ ટ્વિટ કર્યું કે, વાનીંદુ હસરંગા અને દુષ્મંત ચમીરાએ આરસીબીનો બાયો બબલ છોડી દીધો છે. કારણ કે, તેમને ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે શ્રીલંકાની ટીમમાં જોડાવાનું છે. અમે બંનેને શુભેચ્છા પાઠવીએ છીએ અને IPL 2021 દરમિયાન તેમના વ્યાવસાયિક વલણ અને સખત મહેનત માટે આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રીલંકાને વર્લ્ડ કપમાં ગ્રુપ A માં સ્થાન આપવામાં આવ્યું હતું અને 18 ઓક્ટોબરે અબુ ધાબીમાં નામિબિયા સામે ક્વોલિફાયરમાં પોતાની પ્રથમ મેચ રમશે.





આ પણ વાંચો: IPL 2021: ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર 100 કેમેરાની મદદથી દર્શકોને જોવા મળ્યું 360 વિઝન

આરસીબી છોડ્યા બાદ હસરંગાએ ભાવનાત્મક પોસ્ટ કરી હતી. તેણે લખ્યું છે કે હું આરસીબીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ટીમને પ્લેઓફ માટે શુભેચ્છા પાઠવું છું. મને ખાતરી છે કે, અમે આ વર્ષે ચોક્કસપણે ટાઇટલ જીતીશું. આ લેગ સ્પિનરે આગળ લખ્યું કે, ટીમ અને મેનેજમેન્ટ સાથેનો મારો અનુભવ દરેક બાબતમાં ઉત્તમ રહ્યો છે. ટીમના ખેલાડીઓ વચ્ચે મૈત્રીપૂર્ણ વાતાવરણ છે. મને આ ટીમ સાથે રમવાની તક મળી, હું તેના માટે ટીમ મેનેજમેન્ટનો આભાર માનું છું.
First published:

Tags: Ipl 2021, RCB, RCB captain

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો