IPL 2021: ગત વર્ષની અસફળતા ભૂલી કમબેક કરશે CSK, ધોની પર છે મોટી જવાબદારી

 • Share this:
  નવી દિલ્લી: મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ગત વર્ષના ખરાબ પરફોમન્સને ભૂલીને આ વર્ષે જોરદાર કમબેક કરવાની તૈયારી કરી રહી છે. ગત આઇપીએલમાં ત્રણવાર ચેમ્પિયન બનેલી સીએસકેની ટીમ ક્વોલીફાયમાં જગ્યા બનાવામાં અસફળ રહી હતી. આ ટૂર્નામેન્ટમાં પ્રથમવાર થયુ કે ધોનીની ટીમ પ્લેઓફ સુધી પહોંચવામાં અસફળ રહી હતી. 9 એપ્રીલે શરૂ થનારી આઇપીએલમાં ટીમ એક નવી શરૂઆત કરવા માટે મેદાનમાં ઉતરશે. ચેન્નાઇની પહેલી મેચ મુંબઇમાં દિલ્લી કેપીટલ્સ સામે 10 એપ્રિલે થશે.

  રૈના પાછો આવતા ટીમ બની વધુ મજબૂત
  સીએસકેની સૌથી જોરદાર વાતએ છે કે તેની પાસે સૌથી અનુભવી ખેલાડીઓ છે. જે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટીમને જીતાડવાની ક્ષમતા ધરાવે છે. અને ટીમમાં ધોનીનું નેતૃ્ત્વ સોથી મહત્વનો ભાગ ભજવે છે. સુરેશ રૈના ટીમમાં પાછો ફરતા ટીમ વધુ મજબૂત થઇ છે. ગત વર્ષે ટીમનો કોઇ પણ બેસ્ટમેન સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો. રૈના સિવાય ટીમમાં ડુપ્લેસી, ધોની, અંબાતી રાયડૂ, સૈમ કરેન, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી અને રુતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ ટીમને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

  અરવલ્લી-રાજસ્થાન બોર્ડર પર આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું, સવારે RT PCR તપાસ માટે કર્મીઓ ગેરહાજર

  ટીમમાં અનુભવી ખેલાડીઓની ભરમાર
  ટીમની બેટીંગ સાથે બોલીંગ પણ જોરદાર જોવા મળી રહી છે. જેમાં લુંગી એનગીડી, શાર્દુક ઠાકુર, સૈમ કરેન, ઈમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા અને દિપક ચહર જેવા બોલરો છે. ધોની, રૈના, રાયડુ અને તાહિર જેવા તેના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા છે અને ઘરેલું ક્રિકેટમાં પણ રમતા નથી. આવી સ્થિતિમાં મેચ પ્રેક્ટિસનો અભાવ ટીપ પર ભારે પડી શકે છે. આ ઉપરાંત, ધોની ફિનિશર જેવી જ ભૂમિકા ભજવી ન શકવાના કારણે ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

  હેઝલવુડે ટીમ છોડી દીધી હતી
  ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડનો આઈપીએલમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય પણ સીએસકે માટે આંચકો છે. આ સિવાય જાડેજા પણ ઈજાના કારણે લાંબા આરામ પછી પાછા આવી રહ્યો છે અને તે જોવાનું છે કે, તે કેટલી ઝડપથી લય પ્રાપ્ત કરે છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની વાપસી પર સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળતા અને તેમની ઈજા પણ સીએસકે માટે ચિંતાનો વિષય બની રહેશે.

  સુપરસ્ટાર રજનીકાંતને મળશે 51મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ, જાવડેકરે કરી જાહેરાત

  ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ નીચે મુજબ
  મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કે.એમ આસિફ, દીપક ચહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુપ્લેસિસ, ઇમરાન તાહિર, એન જગદિશન, કર્ણ શર્મા, લુંગી નગિડી, મિશેલ સેંટનર, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સૈમ કરેન, આર. સાંઇ કિશોર, મોઇન અલી, કે ગૌતમ, ચેતેશ્વર પૂજારા, હરીશંકર રેડ્ડી, ભગત વર્મા, સી હરિ નિશાંત.
  Published by:kuldipsinh barot
  First published: