DC vs MI: દિલ્હી સામેની કારમી હારથી Rohit Sharma ઉદાસ, જણાવી ટીમની સૌથી મોટી નબળાઈ

DC vs MI: રોહિત શર્માની કેપ્ટન્સવાળી મુંબઈ ઈન્ડયન્સ આઇપીએલ 2021ના બીજા ચરણમાં 5માંથી 4 મેચ હારી ચૂકી છે. (તસવીર-AFP)

IPL 2021: મુંબઈ ઈન્ડિયન્સને IPL 2021 Playoffsમાં પહોંચવું હશે તો આગામી બે લીગ મેચ કોઈપણ હિસાબે જીતવી પડશે

  • Share this:
    નવી દિલ્હી. આઇપીએલ 2021માં (IPL 2021) મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે પ્લેઓફનો માર્ગ વધુ મુશ્કેલ થઈ ગયો છે. શનિવારે શારજહામાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) મુંબઈને 4 વિકેટથી હરાવી દીધું. આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને ગબડી ગયું છે. ટીમના 12 મેચમાં 5 જીતની સાથે 10 પોઇન્ટ છે. એવામાં પ્લેઓફની (IPL 2021 Playoffs) દોડમાં રહેવા માટે મુંબઈને કોઈ પણ સ્થિતિમાં પોતાની બાકી બે લીગ મેચ જીતવી જ પડશે. કેપ્ટન રોહિત શર્મા મુંબઈની બેટિંગથી ખુશ નથી. તેણે દિલ્હી સામે મળેલી હારના જવાબદારી બેટ્સમેનોને ઠેરવ્યા છે.

    દિલ્હી વિરુદ્ધની (DC Vs MI) મેચ હાર્યા બાદ રોહિત શર્માએ (Rohit Sharma) કહ્યું કે અમે અમારી ક્ષમતા મુજબ નથી રમી રહ્યા. એટલા માટે અમે હજુ સુધી પ્લેઓફ (IPL Playoffs) સુધી નથી પહોંચી શક્યા. રોહિતે જણાવ્યું કે, જો તમારા બેટ્સમેનો રન નહીં કરે તો મેચ જીતવી મુશ્કેલ બની જાય છે. હું અંગત રીતે તેને સ્વીકારું છું. અમે અમારી વ્યૂહરચનાને લાગુ કરી શક્યા નથી, અને તે ચોક્કસપણે નિરાશાજનક છે. અમે અમારી ક્ષમતા અનુસાર નથી રમી રહ્યા. આશા છે કે, બાકીની બે મેચમાં અમે અમારી ઓળખ મુજબ રમી શકીશું.

    આ પણ જુઓ, VIDEO: KL Rahulને આઉટ કર્યા બાદ Krunal Pandyaએ કર્યું કંઈક એવું, ક્રિકેટપ્રેમીઓ કરી રહ્યા છે સલામ

    અમે 140 રન પણ કરી શક્યા નથી: રોહિત શર્મા

    રોહિત શર્માએ વધુમાં જણાવ્યું કે, અમને ખબર હતી કે આ (શારજાહ) એક મુશ્કેલ વેન્યૂ હશે. અમે ઘણી મેચો જોઈ હતી અને તે રમવા અને ઘણા રન બનાવવા માટે સરળ વેન્યૂ નથી. અમે સારી તૈયારી કરી હતી અને અમે જાણતા હતા કે શું કરવાનું છે. મને લાગે છે કે અમે સારી બેટિંગ નહોતી કરી. અમે જાણતા હતા કે તે 170-180 રન માટેની આ પિચ નથી, પરંતુ તે 140 રનની પણ નથી. અમે માત્ર સારી ભાગીદારી ન કરી શક્યા.

    આ પણ જુઓ, VIDEO: ઋષભ પંતની આ હરકત દિનેશ કાર્તિક માટે ઘાતક સાબિત થાત, મેદાન પર મોટી દુર્ઘટના ટળી

    મુંબઈ ઈન્ડિયન્સ પાસે 2 લીગ મેચ બાકી

    આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં માત્ર 128 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવને (33 રન) બાદ કરતાં મુંબઈનો કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો ન હતો. આ કારણે ટીમ સન્માનજનક સ્કોર બનાવી શકી નહોતી. દિલ્હી તરફથી આવેશ ખાન અને અક્ષર પટેલે મેચમાં 3-3 વિકેટ ઝડપી હતી. હવે મુંબઈની આગામી મેચ 5 ઓક્ટોબરે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે છે. ત્યારપછી ટીમ 8 ઓક્ટોબરે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sun Risers Hyderabad) સામે ટકરાશે.
    Published by:Mrunal Bhojak
    First published: