આરસીબી 18 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. સીએસકેના પણ 18 પોઇન્ટ છે. જોકે સારી રનરેટના કારણે સીએસકે બીજા નંબરે છે. દિલ્હી 20 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને અને કેકેઆર 14 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
સૌથી મોટો સ્કોર કરીને પણ મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાંથી બહાર
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)આઈપીએલ-2021ની પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઈ છે. ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 9 વિકેટે 235 રન બનાવ્યા હતા. જે તેનો આઈપીએલના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા તેણે 2017માં પંજાબ સામે 6 વિકેટે 223 રન બનાવ્યા હતા. મુંબઈ અને કેકેઆરના 14-14 પોઇન્ટ છે પણ રનરેટ માઇનસમાં હોવાથી મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર