IPL 2021: રોજ 2 હજાર કોરોના ટેસ્ટ, 100 લોકોની મેડિકલ ટીમ, આવી હશે UAEમાં બાયો-બબલની વ્યવસ્થા

IPL 2021ના બીજા ચરણમાં કોરોના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. તસવીર- Mumbai Indians Instagram

IPL 2021 2nd phase bio bubble: આઈપીએલ 2021માં બીજા ચરણની 19 સપ્ટેમ્બર એટલે કે રવિવારથી યુએઈમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે કોરોના બાયો-બબલ (Bio-bubble) ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

  • Share this:
    નવી દિલ્લી: આઈપીએલ 2021માં બીજા ચરણમાં 19 (IPL 2021 2nd Phase) સપ્ટેબર એટલે આ રવિવારથી યુએઈમાં શરૂ થવા જઈ રહી છે. પહેલું ચરણ કોરોના વાયરસ (Corona virus)ને કારણે સ્થગિત કરવામાં આવી હતી. કોરોનાએ બાયો બબલમાં તોડી નાખ્યું હતું. જેના કારણે લીગને 29 મેચ બાદ મુલતવી રાખવી પડી (IPL 2021 Postponed). હવે બાકીની 31 મેચ યુએઈમાં રમાશે. ત્યારે કોરોનાને કારણે લીગમાં કોઈ અડચણ ન હોવી જોઈએ. જેથી બીસીસીઆઈ (BCCI)એ ખાસ વ્યવસ્થા કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે સતત બીજા વર્ષે યુએઈની વીપીએસ હેલ્થકેરને તેનો ભાગીદાર બનાવ્યો છે. એમ્બ્યુલન્સ, ઇમરજન્સી મેડિકલ સર્વિસ અને કોરોના ટેસ્ટ ઉપરાંત, આ કંપની લીગ દરમિયાન અન્ય તમામ આરોગ્ય સંબંધિત વ્યવસ્થાઓનું ધ્યાન રાખશે.

    IPL ના બીજા તબક્કામાં માત્ર 31 મેચ રમાવાની બાકી છે. પરંતુ બાયો-બબલ (IPL 2021 Bio-Bubble Protocol) માં કોરોનાની એન્ટ્રી ન થાય તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આઠ ટીમોના ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફના સભ્યો યુએઈ પહોંચે તે પહેલા જ, દુબઈ અને અબુ ધાબીની 14 હોટલ અને રિસોર્ટ્સના સ્ટાફની કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ બધા પહેલાથી જ બાયો-બબલમાં છે. તેમને બહાર જવાની મંજૂરી નથી.

    આ ઉપરાંત બાયો-બબલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નર્સ અને અન્ય તબીબી સ્ટાફને તે જ 14 હોટલોમાં સમાવવામાં આવ્યા છે જેમાં ખેલાડીઓને લીગના અંત સુધી રાખવામાં આવે છે. IPL માટે કુલ 14 બાયોસેક્યુર બબલ બનાવવામાં આવ્યો છે. આમાંથી 8 ટીમો માટે 3 મેચ અધિકારીઓ માટે અને અન્ય ત્રણ મેચ બ્રોડકાસ્ટર્સ અને કોમેન્ટેટર્સ માટે છે.

    કોવિડ -19 મેનેજમેન્ટ માટે 100 સભ્યોની ટીમ

    દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, VPS હેલ્થકેરે IPL કોવિડ -19 મેનેજમેન્ટ ટીમ માટે 100 સભ્યોની ટીમ બનાવી છે, જે ખેલાડીઓ અને લીગ સાથે જોડાયેલા અન્ય લોકોને મદદ કરશે. દરેક મેચ માટે સ્ટેડિયમમાં બે અલગ અલગ મેડિકલ ટીમો હશે. ડોકટરો, નર્સો ઉપરાંત લેબ ટેકનિશિયન પણ હશે. જો જરૂર પડે તો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ પણ લેશે. આ ઉપરાંત, ખેલાડીઓ માટે એર એમ્બ્યુલન્સ, નિષ્ણાત ટેલિકોન્સલ્ટેશન અને સ્પોર્ટ્સ મેડિસિન સપોર્ટ પણ હશે.

    આ પણ વાંચો: IPL 2021 અંગે મોટા સમાચાર, દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશ, આ રીતે મળશે ટિકિટ

    દર ત્રીજા દિવસે ખેલાડીઓનો થશે કોરોના ટેસ્ટ

    લીંગના બીજા ફેઝમાં કોરોના પ્રોટોકોલ અનુસાર તમામ ખેલાડીઓના દર ત્રીજા દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવશે, અને ટૂર્નામેન્ટ દરમિયાન 25 હજાર કરતા પણ વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ વખતે આઈપીએલમાં પણ દર્શકો જોવા મળશે. જો કે માત્ર મર્યાદિત સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે, એટલે કે, સ્ટેડિયમમાં સામાજિક અંતરનું ધ્યાન રાખવામાં આવશે. માહિતી અનુસાર, સ્ટેડિયમની ક્ષમતાના માત્ર 50 ટકા ચાહકોને પ્રવેશ આપવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published: