IPL 2020: શું એમએસ ધોની IPLમાંથી નિવૃત્તિ લેવાનો છે! આ તસવીર આપી રહી છે સંકેત

IPL 2020: શું એમએસ ધોની IPLમાંથી નિવૃત્તિ લેવાનો છે! આ તસવીર આપી રહી છે સંકેત

આઈપીએલ-2020માં (IPL 2020) સતત એવી તસવીરો આવી રહી છે જે એ વાતનો ઇશારો કરે છે કે આ કેપ્ટન કૂલની અંતિમ આઈપીએલ હોઈ શકે છે

  • Share this:
    નવી દિલ્હી : શું મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)પોતાની અંતિમ આઈપીએલ રમી રહ્યો છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ફક્ત ધોની પાસે જ છે. જોકે અટકળોનું છું? અથવા તે ઇશારા જે બતાવી રહ્યા છે કે ધોનીની અંતિમ આઈપીએલ છે. આઈપીએલ-2020માં (IPL 2020) સતત એવી તસવીરો આવી રહી છે જે એ વાતનો ઇશારો કરે છે કે આ કેપ્ટન કૂલની અંતિમ આઈપીએલ હોઈ શકે છે. આ ઇશારો બીજા કોઈ તરફથી નહીં પણ તેની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)તરફથી મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની (MS Dhoni Retirement)જાહેરાત કરી હતી.

    આઈપીએલ 2020માં શુક્રવારે ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સનો 10 વિકેટે પરાજય થયો હતો. મેચમાં પરાજય છતા એમએસ ધોનીએ પોતાના નામ અને નંબર વાળી જર્સી (MS Dhoni Jersey)વિરોધી ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યાને આપી હતી.

    આઈપીએલ 2020ની કોઈ મેચ પછી ધોનીના નામ અને નંબર વાળી જર્સી વિરોધી ટીમના ખેલાડીઓને સોંપી હોય તેવું પ્રથમ વખત બન્યું નથી.



    આ પહેલા રાજસ્થાન રોયલ્સના બ્રિટિશ ખેલાડી જોસ બટલરને ધોનીના 7 નંબર વાળી ટીશર્ટ (MS Dhoni T-shirts) ભેટ કરવામાં આવી હતી.



    ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે મેચ હારી ગઈ હતી. ધોનીની જેમ જોસ બટલર પણ વિકેટકીપર છે.



    ધોનીની આ સ્પેશ્યલ ભેટે એ અટકળોને જન્મ આપ્યો છે કે આ તેની અંતિમ આઈપીએલ હોઈ શકે છે. આ પહેલા કોઈપણ ટૂર્નામેન્ટમાં આવા ઉદાહરણ જોવા મળ્યા નથી. જ્યારે કોઈ ખેલાડીના નામ અને નંબરવાળી જર્સી બીજી ટીમના ખેલાડીઓને આપવામાં આવી હોય.

    ધોનીની આ સ્પેશ્યલ જર્સી પછી સોશિયલ મીડિયા પર લોકો સક્રિય થઈ ગયા છે. એક યૂઝરે લખ્યું કે આખરે આ ટી શર્ટ કેમ આપવામાં આવી રહી છે. બની શકે કે આ લિજેન્ડની થોડી જ મેચો બચી હોય. તમારી ખોટ પડશે.
    Published by:Ashish Goyal
    First published: