IPL 2020: સુરેશ રૈનાએ ચેન્નઈ સુપરકિંગ્સને ટ્વિટર પર અનફોલો કર્યું, સોશિયલ મીડિયા પર થયો હોબાળો

IPL 2020: સુરેશ રૈનાએ ચેન્નઈ સુપરકિંગ્સને ટ્વિટર પર અનફોલો કર્યું, સોશિયલ મીડિયા પર થયો હોબાળો
શુક્રવારે CSKની સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા પર પ્રશંસકોએ સુરેશ રૈનાની વાપસીની માંગ કરી

શુક્રવારે CSKની સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા પર પ્રશંસકોએ સુરેશ રૈનાની વાપસીની માંગ કરી

 • Share this:
  નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) આ વખતે આઈપીએલ (IPL 2020)માં નથી રમી રહ્યો. તેમ છતાંય તે સતત સમાચારોમાં રહે છે. ક્રિકેટ પ્રેમી ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)ની હાર બાદ હંમેશા રૈનાને ટીમમાં પરત લાવવાની માંગ કરતા રહે છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે સુરેશ રૈના અને ચેન્નઈ સુપરકિંગ્સના રસ્તા અલગ-અલગ થઈ ગયા છે. રૈનાએ CSKને માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) પર અનફોલો કરી દીધું છે. અહેવાલો મુજબ રૈનાએ શનિવારથી CSKને ફોલો કરવાનું બંધ કરી દીધું છે. નોંધનીય છે કે, આ વખતે આઈપીએલ શરૂ થવાના ઠીક પહેલા અંગત કારણોથી રૈના ભારત પરત ફર્યો હતો. પરંતુ બાદમાં ચૈન્નઈ સુપરકિંગ્સના માલિક એન. શ્રીનિવાસને રૈનાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.

  નોંધનીય છે કે, શુક્રવારે ચૈન્નઈની સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા પર પ્રશંસકો રૈનાની વાપસીની માંગ કરી રહ્યા હતા. ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ રવિવારે દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ હાર બાદ કહ્યું હતું કે રૈના અને રાયડૂ ન હોવાના કારણે ટીમ વિખેરાઈ ગઈ છે. બાદમાં રૈનાની વાપસીને લઈને CSKના સીઇઓ કાસી વિશ્વનાથને કહ્યું કે રૈનાની વાપસી મુશ્કેલ લાગી રહી છે. તેઓએ કહ્યું કે, જુઓ હાલમાં અમે રૈનાને પરત લાવવાનો વિચાર નથી કરી શકતા. તે જાતે ભારત પરત ગયા હતા. અમે લોકો તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ક્રિકેટમાં હાર અને જીત થતી રહેતી હોય છે. અમે લોકો જરૂર વાપસી કરીશું.  આ પણ વાંચો, IPL 2020: કોલકાતાએ સનઇરાઇઝર્સ હૈદરાબાદને આટલી સરળતાથી કેવી રીતે હરાવ્યું? જાણો 5 કારણો

  રૈનાએ CSKને કેમ અનફોલો કર્યું?

  કહેવામાં આવી રહ્યું છે કે ટીમના સીઇઓની વાતો સાંભળ્યા બાદ રૈનાએ CSKને ટ્વિટર પર અનફોલો કરવાનો નિર્ણય લીધો. રૈનાએ શનિવારે એક ટ્વિટ કર્યું જેમાં તે વૈષ્ણોદેવીમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોગી રૈના સતત કાશ્મીરમાં ટ્રેનિંગ કરતાં જોવા મળી રહ્યા છે.

  આ પણ વાંચો, ભોપાલ રેલવે સ્ટેશન પર 22 વર્ષીય યુવતી સાથે રેલવેના કર્મચારીઓએ કર્યો ગેંગરેપ, એક આરોપી ઝડપાયો

  શ્રીનિવાસનથી નારાજગી

  રૈના આઈપીએલ છોડીને ભારત પરત આવવાના કારણે ટીમના માલિક એન. શ્રીનિવાસ તેનાથી ખૂબ નારાજ છે. તેઓએ થોડા દિવસો પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે રૈના હોટલના રૂમને લઈને નારાજ થઈને ભારત પરત આવી ગયો. તેની સાથે જ શ્રીનિવાસને એવું પણ કહ્યું હતું કે સફળતા તેમના માથા પર ચઢી ગઈ છે. શ્રીનિવાસને કહ્યું હતું કે, ક્રિકેટર્સ પોતાને કંઈક ખાસ સમજવા લાગે છે. જેમ પહેલાના જમાનામાં નખરા કરનારા એક્ટર્સ હોતા હતા. CSK હંમેશાથી પરિવારની જેમ રહ્યા છે અને તમામ સીનિયર ક્રિકેટરોએ તેમાં રહેવાનું શીખ્યા છે. મારો વિચાર છે કે જો તમે કોઈ વાત પર અડગ છો કે પછી કોઈ વાતથી નાખુશ છો, તો પરત જાઓ. હું કોઈને કંઈ કરવા માટે દબાણ નથી કરતો. ક્યારેક સફળતા માથે ચઢી જાય છે.
  Published by:Mrunal Bhojak
  First published:September 27, 2020, 10:33 am

  टॉप स्टोरीज