દુબઈ : પ્રિયમ ગર્ગની અડધી સદી (51*) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 7 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવી શક્યું હતું. ધોની 36 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 47 રને અણનમ રહ્યો હતો પણ ટીમને જીત અપાવી શક્યો ન હતો.
ચેન્નઈ સુપરકિંગ્સ
- જાડેજાના 35 બોલમાં 50 રન
- ચેન્નઈએ 16.4 ઓવરમાં 100 રન પુરા કર્યા
- કેદાર જાધવ 42 રને કેચ આઉટ
- પ્લેસિસ 22 રને આઉટ
- રાયડુ 8 રને આઉટ
- શેન વોટ્સન 1 રન બનાવી બોલ્ડ થયો
સનરાઇઝર્સ હૈદરાબાદ
- પ્રિયમ ગર્ગના 26 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 51 રન
- વોર્નર 28 અને વિલિયમ્સન 9 રને આઉટ
- હૈદરાબાદે 7.3 ઓવરમાં 50 રન બનાવ્યા
- મનિષ પાંડે 29 રને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો
- બેરિસ્ટો 00 રને ચાહરની ઓવરમાં બોલ્ડ
- હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ચેન્નઈ સુપરકિંગ્સ : એમએસ ધોની, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, નારાયણ જગદીશન, સાઇ કિશોર, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, પીયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, , શાર્દુલ ઠાકુર, સેમ કુરેન, લુંગી એન્ગિડી, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, કેએમ આસિફ, મોનુ કુમાર, મિચેલ સાન્તેનર
સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ