DC vs SRH, IPL 2020 : આ બે બોલરોએ બતાવ્યો દમ, આઈપીએલ-13માં હૈદરાબાદનો પ્રથમ વિજય

DC vs SRH, IPL 2020 : આ બે બોલરોએ બતાવ્યો દમ, આઈપીએલ-13માં હૈદરાબાદનો પ્રથમ વિજય
દિલ્હી કેપિટલ્સનો 15 રને પરાજય

દિલ્હી કેપિટલ્સનો 15 રને પરાજય

  • Share this:
    અબુધાબી : જોની બેયરિસ્ટોની અડધી સદી (53) બાદ રાશિદ ખાન (3 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (2 વિકેટ)ના ચુસ્ત બોલિંગ પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13માં દિલ્હી કેપિટલ્સ સામે 15 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 7 વિકેટે 147 રન બનાવી શક્યું હતું. રાશિદ ખાન 4 ઓવરમાં ફક્ત 14 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. રાશિદ અને ભુવનેશ્વરે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    દિલ્હી કેપિટલ્સ


    • રિષભ પંત 32 રન બનાવી આઉટ
    • દિલ્હીએ 14.4 ઓવરમાં 100 રન બનાવ્યા

    • શિખર ધવન 34 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો

    • શ્રેયસ ઐયર 17 રન બનાવી આઉટ

    • પૃથ્વી શો 2 રન બનાવી પ્રથમ ઓવરમાં જ આઉટ


    સનરાઇઝર્સ હૈદરાબાદ

    • કેન વિલિયમ્સનના 26 બોલમાં 41 રન

    • બેયરિસ્ટોએ 48 બોલમાં 53 રન બનાવ્યા

    • મનિષ પાંડે 3 રને અમિત મિશ્રાનો શિકાર બન્યો

    • ડેવિડ વોર્નર 45 રન બનાવી આઉટ

    • હૈદરાબાદે પાવરપ્લેની 6 ઓવરમાં 38 રન બનાવ્યા

    • હૈદરાબાદે 6.5 ઓવરમાં 50 રન બનાવ્યા

    • દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


    દિલ્હી ડેરડેવિલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

    સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ
    Published by:Ashish Goyal
    First published:September 29, 2020, 19:05 pm

    टॉप स्टोरीज