ગાવસ્કરે કૉમેન્ટ્રી બૉક્સમાંથી અનુષ્કાને ફરી આપ્યો જવાબ- તમારા કાનથી સાંભળો અને આંખથી જુઓ, પછી પ્રતિક્રિયા આપો

ગાવસ્કરે કૉમેન્ટ્રી બૉક્સમાંથી અનુષ્કાને ફરી આપ્યો જવાબ- તમારા કાનથી સાંભળો અને આંખથી જુઓ, પછી પ્રતિક્રિયા આપો
સુનીલ ગાવસ્કર, અનુષ્કા શર્મા.

અનુષ્કાની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ ગાવસ્કર સતત સ્પષ્ટતા આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમની વાતોને યોગ્ય રીતે નથી સમજવામાં આવી. ગાવસ્કરે શુક્રવારે રાત્રે ફરી એકવાર કૉમેન્ટ્રી બૉક્સમાંથી પોતાની વાત મૂકી હતી.

 • Share this:
  નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) ફરી એકવાર અનુષ્કા શર્મા પર કૉમેન્ટ્રી બૉક્સમાંથી પલટવાર કર્યો છે. સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, કોઈએ જાતે સાંભળ્યા બાદ અને જોયા બાદ જ પ્રતિક્રિયા આપવી જોઇએ. શુક્રવાર સાંજથી આ વિષય પર હંગામો મચ્યો છે. અનુષ્કા (Anushka Sharma)એ પોતાના પર કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરતા ગાવસ્કરને રોકડું પરખાવી દીધું હતું. અનુષ્કા શર્માનું માનવું છે કે ગાવસ્કરે તેના વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. અનુષ્કાએ સોશિયલ મીડિયા (Social Media) પર લખ્યું હતું કે, "મિસ્ટર ગાવસ્કર, તમે એક લિજેન્ડ છો, જેમનું નામ રમતમાં જેન્ટલમેન તરીકે લેવામાં આવે છે. હું બસ તમને જણાવવા માંગતી હતી કે જ્યારે તમે આ વાત કરી હતી ત્યારે હું કેવું અનુભવી રહી હતી."

  ગાવસ્કરે ફરી આપ્યો જવાબ  અનુષ્કાની પ્રતિક્રિયા સામે આવ્યા બાદ ગાવસ્કર સતત સ્પષ્ટતા આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમની વાતને યોગ્ય રીતે નથી સમજવામાં આવી. ગાવસ્કરે શુક્રવારે રાત્રે ફરી એકવાર કૉમેન્ટ્રી બૉક્સમાંથી પોતાની વાત મૂકી હતી. તેમણે કહ્યું, "વિરાટે ફક્ત અનુષ્કાની બૉલિંગ રમી હતી. મેં ફક્ત આટલું જ કહ્યું હતું. જેમને પણ આ વિશે કોઈ વાંધો હોય તો આ વાત ફરીથી સાંભળે. મેં આ વાતમાં શું ખોટું કહ્યું છે? મેં અનુષ્કાને દોષી નથી ઠેરવી. તેણે ફરીથી જોવું અને સાંભળવું જોઇએ. બીજી કોઈ હેડલાઇન ન સંભળાવો. તમારા કાનથી સાંભળો અને આંખથી જુઓ. મારા મનમાં કોઈ પાપ ન્હોતું."

  અનુષ્કા શર્માનો ગુસ્સો

  અનુષ્કા શર્માએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "તમારો સંદેશ ખૂબ જ વિચલિત કરતું તથ્ય છે. પરંતુ હું તમને સમજાવવા માંગીશ કે તમે એક પત્ની પર તેના પતિના પ્રદર્શનને લઈને તેના પર આરોપ લગાવવા વિશે શા માટે વિચાર્યું? મને આશા છે કે છેલ્લા થોડા વર્ષોમાં તમે રમત પર ટિપ્પણી કરતી વખતે દરેક ક્રિકેટરના વ્યક્તિગત જીવનનું સન્માન કર્યું હશે. શું તમને નથી લાગતું કે તમને મારા અને અમારા માટે સમાન સન્માન હોવું જોઈએ?"
  Published by:Vinod Zankhaliya
  First published:September 26, 2020, 11:33 am

  ટૉપ ન્યૂઝ