IPL 2020: સતત પાંચ જીત પછી પંજાબનો પરાજય, રાજસ્થાને પ્લેઓફની આશા જીવંત રાખી

IPL 2020: સતત પાંચ જીત પછી પંજાબનો પરાજય, રાજસ્થાને પ્લેઓફની આશા જીવંત રાખી
ગેઈલના 63 બોલમાં 6 ફોર, 8 સિક્સર સાથે 99 રન, સ્ટોક્સના 26 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 50 રન

ગેઈલના 63 બોલમાં 6 ફોર, 8 સિક્સર સાથે 99 રન, સ્ટોક્સના 26 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 50 રન

  • Share this:
    અબુધાબી : બેન સ્ટોક્સની અડધી સદી (50) અને સંજુ સેમસનના 48 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-13માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 17.3 ઓવરમાં 3 વિકેટે 186 રન બનાવી લીધા હતા. આ જીત સાથે રાજસ્થાને પ્લેઓફની આશા જીવંત રાખી છે.  પંજાબ, રાજસ્થાન અને કોલકાતાના 13 મેચમાં 12-12 પોઇન્ટ થયા છે.

    રાજસ્થાન રોયલ્સ


    • સ્મિથ 31 અને બટલર 22 રને અણનમ
    • સંજુ સેમસન 25 બોલમાં 48 રન બનાવી રન આઉટ

    • ઉથપ્પા 30 રને આઉટ

    • સ્ટોક્સના 26 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 50 રન

    • સ્ટોક્સ અને ઉથપ્પા વચ્ચે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી


    કિંગ્સ ઇલેવન પંજાબ

    • ગેઈલના 63 બોલમાં 6 ફોર, 8 સિક્સર સાથે 99 રન

    • પૂરનના 10 બોલમાં 22 રન

    • રાહુલ 46 રન બનાવી સ્ટોક્સનો શિકાર બન્યો

    • રાહુલ અને ગેઇલે 120 રનની ભાગીદારી નોંધાવી

    • મનદિપ સિંહ પ્રથમ બોલે શૂન્ય રને આઉટ


    કિંગ્સ ઇલેવન પંજાબ : કેએલ રાહુલ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, જિમ્મી નિશામ, તેજેન્દર સિંહ, ક્રિસ જોર્ડન, કરુણ નાયર, દિપક હુડા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, શેલ્ડોન કોટ્રેલ, મયંક અગ્રવાલ, કે ગૌથમ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, હાર્ડસ વિલજોઈન, મુરુગુન અશ્વિન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે

    રાજસ્થાન રોયલ્સ : સ્ટિવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, એન્ડ્રયુ ટાય, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કેન્ડ, મહિપાલ લોમરોર, ઓશાને થોમસ, પિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંઘ, જોફ્રા આર્ચર, ડેવિડ મિલર, જોશ બટલર, મનન વોહરા, શશાંક સિંઘ, વરુણ એરોન, ટોમ કુરાન, રોબિન ઉથપ્પા
    Published by:Ashish Goyal
    First published:October 30, 2020, 21:37 pm

    ટૉપ ન્યૂઝ