IPL 2020 Qualifier 2: દિલ્હીએ રચ્યો ઈતિહાસ, હૈદરાબાદને હરાવ્યા બાદ હવે ફાઇનલમાં મુંબઈ સામે ટકરાશે

IPL 2020 Qualifier 2: દિલ્હીએ રચ્યો ઈતિહાસ, હૈદરાબાદને હરાવ્યા બાદ હવે ફાઇનલમાં મુંબઈ સામે ટકરાશે
ફાઈલ તસવીર

ક્વોલિફાઇર 2માં હૈદરાબાદને હરાવ્યા બાદ આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર દિલ્હી ફાઈનલમાં રમશે. 10 નવેમ્બરે ફાઈનલ મેચમાં મુંબઈ સામે ટકરાશે.

  • Share this:
    અબુધાબીઃ આઈપીએલ 2020ની (IPL 2020) ક્લોલિફાઈર બેમાં (Qualifier 2) દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી કેપિટલે 17 રનથી હૈદરાબાદને હરાવ્યું હતું. દિલ્હીએ આપેલા 190 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલા હૈદરાબાદના ખેલાડીઓ 20 ઓવરના અંતે 172 રન કરી શક્યા હતા. જોકે, આ રન બનાવવા માટે હૈદરાબાદને 8 વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું. ક્વોલિફાઇર 2માં હૈદરાબાદને હરાવ્યા બાદ આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર દિલ્હી ફાઈનલમાં રમશે. 10 નવેમ્બરે ફાઈનલ મેચમાં મુંબઈ સામે ટકરાશે.

    દિલ્હીએ પહેલા ટોશ જીતીને બેટિંગ લીધી હતી. દિલ્હીએ 20 ઓવરના અંતે 189 રન બનાવતા હૈદરાબાદના ખેલાડીઓ માટે 190 રનનો પહાડી ટાર્ગેટ ખડો થયો હતો. શિખર ધવને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા લીગમાં 41મી ફિફટી મારી. તેણે 50 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 78 રન કર્યા હતા.



    દિલ્હીના બેસ્ટમેનોનું પ્રદર્શન
    દિલ્હીના બેસ્ટમેનોમાં સ્ટોઈનિસે 27 બોલમાં 38 રન, ધવને 50 બોલમાં 78 રન, શ્રેયસ યૈયરે 20 બોલમાં 21 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે હેટ્મેર 22 બોલમાં 42 રન અને પેન્ટે 3 બોલમાં 2 રન બનાવીને અણનમ રહ્યા હતા. આમ દિલ્હીની ટીમે 20 ઓવરના અંતે189 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 6 વર્ષના બાળકે રમતા રમતા બેટરીનો સેલ નાકમાં નાંખ્યો, પાંચ મહિને બહાર કઢાયો

    દિલ્હીએ 190 રનનો ટાર્ગેટ આપ્યો
    દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 189 રન કર્યા છે. કેપિટલ્સ માટે શિખર ધવને સર્વાધિક 78 રન કર્યા, જ્યારે શિમરોન હેટમાયર 42, માર્કસ સ્ટોઈનિસ 38 અને શ્રેયસ ઐયરે 21 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદ માટે સંદીપ શર્મા, જેસન હોલ્ડર અને ટી. નટરાજને 1-1 વિકેટ લીધી.

    આ પણ વાંચોઃ-કમ્પ્યુટર બાબાના આશ્રમમાંથી આલીશાન બાથરુમ, તલવારો અને બંદૂક મળી, 80 કરોડની જમીન ઉપર કર્યો હતો કબ્જો

    આ પણ વાંચોઃ-Diwali 2020: ચપટી વગાડતા જ ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ વસ્તુઓ ગરોળીને નથી ગમતી

    દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ લીધી
    દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અબુ ધાબી ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. દિલ્હીએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. પ્રવીણ દુબે અને શિમરોન હેટમાયરને પ્લેઈંગ-11માં પૃથ્વી શો અને ડેનિયલ સેમ્સની જગ્યાએ સ્થાન મળ્યું છે. જ્યારે હૈદરાબાદે પોતાની ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી.



    દિલ્હીની ટીમઃ શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, કગીસો રબાડા, આર. અશ્વિન, એનરિચ નૉર્ટજે.

    હૈદરાબાદની ટીમ: ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવત્સ ગોસ્વામી(વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજ
    Published by:ankit patel
    First published:November 08, 2020, 23:35 pm

    ટૉપ ન્યૂઝ