નવી દિલ્હી : ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)અને ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)માટે આ સિઝન ખાસ રહી નથી. ટીમ પ્રથમ વખત પ્લેઓફમાં સ્થાન બનાવવા નિષ્ફળ રહી છે. તે પ્લેઓફની રેસમાંથી બહાર થનાર પ્રથમ ટીમ બની છે. આખી ટૂર્નામેન્ટ દરમિયાન મહેન્દ્રસિંહ ધોની ઘણા યુવા ખેલાડીઓને તેની ચેન્નઈ સુપરકિંગ્સની જર્સી આપતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેને લઈને ઘણી ચર્ચા થઈ હતી. રવિવારે મેચ પછી ધોનીએ આ વિશે ખુલાસો કર્યો હતો.
ધોનીએ બતાવ્યું આ પાછળનું રહસ્ય
મેચ પછી કોમેન્ટેટર હર્ષા ભોગલેએ ધોનીને પૂછ્યું હતું કે એ જોઈને સારું લાગ્યું કે તમારી પાસે કેટલીક જર્સી બચી છે કારણ કે દરેક તમારી પાસેથી જર્સી લેતા જોવા મળ્યા હતા. આના જવાબમાં ધોનીએ કહ્યું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે તો તેમને લાગ્યું હશે કે હું આઈપીએલમાંથી પણ નિવૃત્ત થઈ રહ્યો છું પણ આવું નથી. હર્ષા ભોગલેએ પૂછ્યું હતું કે ધોની 2021ની આઈપીએલમાં રમશે. તો માહીએ કહ્યું હતું કે જરૂર આગામી સિઝન ફક્ત પાંચ મહિના જ દૂર છે અને કોઈ લોકડાઉન પણ નથી તો અમને સમય મળશે તે ટીમમાં શું ફેરફાર કરવાનો છે. કેવી રીતે કરવાનો છે.
ધોનીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામેના મુકાબલા પહેલા ટોસ સમયે જાહેરાત કરી હતી કે તે આઈપીએલમાં રમતો રહેશે અને હાલ નિવૃત્તિ લેવાની કોઈ ઇરાદો નથી. ધોનીને ટોસ દરમિયાન કોમેન્ટેટર ડેની મોરિસને પૂછ્યું કે શું પીળી જર્સીમાં આ તેની અંતિમ મેચ છે? જેના પર ધોનીએ જવાબ ના આપ્યો હતો. ધોનીની આ ના ચેન્નઈ સુપરકિંગ્સના પ્રશંસકો માટે મોટી ખુશખબરી બની ગઈ હતી. આ પછી સોશિયલ મીડિયા પર ધોનીએ આપેલ જવાબ ‘ડેફિનેટલી નોટ’ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર