IPL 2020: કોરોનાના ડર વચ્ચે ધોની માટે મોટી સંખ્યામાં પહોંચ્યા પ્રશંસકો, જુઓ Video

IPL 2020: કોરોનાના ડર વચ્ચે ધોની માટે મોટી સંખ્યામાં પહોંચ્યા પ્રશંસકો

ચેન્નઈ સુપરકિંગ્સની ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે

  • Share this:
    નવી દિલ્હી : ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)ની ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ચેન્નઈની ટીમ નેટ પ્રેક્ટિસ શરૂ કરનારી સૌથી અંતિમ ટીમ છે. ટીમમાં 13 કોરોનાના કેસ સામે આવ્યા હતા, જેમાં દીપક ચાહર (Deepak Chahar)અને ઋતુરાજ ગાયકવાડ સહિત બે ખેલાડી પણ સામેલ હતા. આ કારણે આખી ટીમને બીજા થોડાક દિવસો માટે ક્વૉરન્ટાઇન રહેવું પડ્યું હતું. આ દરમિયાન રૈના અને હરભજન પણ આઈપીએલથી હટી ગયા છે.

    આ બધા ઝટકામાંથી બહાર આવ્યા પછી ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન એમએસ ધોનીનો (MS Dhoni)એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં પ્રશંસકો પોતાના માહીની એક ઝલક જોવા માટે આઈસીસી એકેડમી પહોંચ્યા હતા.








    View this post on Instagram





    MS Dhoni Waving at Fans ! 💛


    A post shared by MS Dhoni FC ❤️ (@bleed.dhonism) on






    આઈસીસી એકેડમી પર પ્રેક્ટિસ કરીને જ્યારે ધોની પરત હોટલ પરત ફરી રહ્યો હતો ત્યારે કોરોનાના ડર વચ્ચે પણ મોટી સંખ્યામાં ઉભેલા પ્રશંસકોએ તેના માટે સુત્રોચ્ચાર કર્યો હતો. પોતાના ફેવરિટ ખેલાડીની એક ઝલક જોવા માટે પ્રશંસકો આઈસીસી એકેડમી પહોંચ્યા હતા અને જેવો માહી બહાર નીકળ્યો પ્રશંસકો ખુશ થયા હતા. માહીએ હાથ હલાવીને પ્રશંસકોનું અભિવાદન કર્યું હતું.








    View this post on Instagram





    Dhoni Dhoni Chants Outside Team Hotel Today ! 🔥🔥💛 . Credits : @russcsk


    A post shared by MS Dhoni FC ❤️ (@bleed.dhonism) on






    ધોનીએ નેટમાં બેટિંગ દરમિયાન કમાલ બતાવી હતી. ચેન્નઈની ટીમ જે રીતે પ્રેક્ટિસ કરી રહી છે તો જોઈને લાગે છે કે તે ઓપનિંગ મેચ માટે પુરી રીતે તૈયાર છે. જોકે આઈપીલની આ સિઝનનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી.
    Published by:Ashish Goyal
    First published: