IPL 2020 : હૈદરાબાદનો ક્વોલિફાય-2માં પ્રવેશ, બેંગલોરના અભિયાનનો અંત

IPL 2020 : હૈદરાબાદનો ક્વોલિફાય-2માં પ્રવેશ, બેંગલોરના અભિયાનનો અંત
ડી વિલિયર્સના 43 બોલમાં 5 ફોર સાથે 56 રન

ડી વિલિયર્સના 43 બોલમાં 5 ફોર સાથે 56 રન

  • Share this:
    અબુધાબી : બોલરોના શાનદાર પ્રદર્શન પછી કેન વિલિયમ્સનની અણનમ અડધી સદી (50)ની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે હૈદરાબાદે આઈપીએલના ક્વોલિફાય-2 મુકાબલામાં પ્રવેશ કર્યો છે. જે દિલ્હી કેપિટલ્સ સામે 8 નવેમ્બરે રમાશે. બીજી તરફ પરાજય સાથે જ બેંગલોરના અભિયાનનો અંત આવ્યો છે.

    સનરાઇઝર્સ હૈદરાબાદ


    • પ્રિયમ ગર્ગ 7 રને આઉટ
    • મનિષ પાંડેના 21 બોલમાં 24 રન

    • વોર્નર 17 રને સિરાજનો શિકાર બન્યો

    • શ્રીવાસ્તવ ગોસ્વામી 00 રને આઉટ


    રોયલ ચેલેન્જર્સ બેંગલોર


    • ડી વિલિયર્સના 43 બોલમાં 5 ફોર સાથે 56 રન

    • શિવમ દુબે 8 રને આઉટ

    • મોઇન અલી 00 રને રન આઉટ

    • એરોન ફિન્ચના 30 બોલમાં 32 રન

    • પડિક્કલ 1 રને હોલ્ડરનો શિકાર બન્યો

    • ઓપનિંગમાં આવેલો કોહલી 6 રને આઉટ

    • હૈદરાબાદના કેપ્ટન વોર્નરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


    રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન

    સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ
    Published by:Ashish Goyal
    First published:November 06, 2020, 19:06 pm

    टॉप स्टोरीज