IPL 2020 RCB vs SRH : આરસીબીની જીત સાથે શરૂઆત, હૈદરાબાદ સામે 10 રને વિજય

News18 Gujarati
Updated: September 21, 2020, 11:41 PM IST
IPL 2020 RCB vs SRH : આરસીબીની જીત સાથે શરૂઆત, હૈદરાબાદ સામે 10 રને વિજય
તસવીર - બીસીસીઆઈ

પડિકલના (56) અને એબી ડી વિલિયર્સની અડધી સદી (51), ચહલે 4 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ ઝડપી

  • Share this:
દુબઈ : પડિકલના (56) અને એબી ડી વિલિયર્સની અડધી સદી (51) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ-13માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 10 રને વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 19.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ચહલે 4 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ ઝડપી હતી.

મનિષ પાંડે 34 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. પાંડે અને બેરિસ્ટો વચ્ચે 71 રનની ભાગીદારી નોંધાઈ હતી. બેરિસ્ટો 61 રને આઉટ થયો હતો. આ પછી જલ્દી વિકેટો પડતા હૈદરાબાદનો પરાજય થયો હતો.

આ પહેલા આરસીબીના ઓપનર ફિન્ચ અને પડિકલે પાવરપ્લેની 6 ઓવરમાં 53 રન બનાવી શાનદાર શરૂઆત કરી છે. પડિકલે 36 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. પડિકલ 56 રને આઉટ થયો હતો. ફિન્ચ 29 રને આઉટ થયો હતો. વિરાટ કોહલી 14 રને આઉટ થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદના (SunRisers Hyderabad)કેપ્ટન ડેવિડ વોર્નરે (David Warner)ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન

સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ
Published by: Ashish Goyal
First published: September 21, 2020, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading