IPL 2020 Qualifier 1 : દિલ્હી કેપિટલ્સને 57 રને હરાવી મુંબઈ ઇન્ડિયન્સનો છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશ

IPL 2020 Qualifier 1 : દિલ્હી કેપિટલ્સને 57 રને હરાવી મુંબઈ ઇન્ડિયન્સનો છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશ
ઇશાન કિશનના 30 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે અણનમ 55 રન, બુમરાહે 14 રનમાં 4 વિકેટ ઝડપી

ઇશાન કિશનના 30 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે અણનમ 55 રન, બુમરાહે 14 રનમાં 4 વિકેટ ઝડપી

  • Share this:
    દુબઈ : ઇશાન કિશન (55 અણનમ) અને સૂર્યકુમાર યાદવની અડધી સદી (51) પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં ક્વોલિફાયર-1માં દિલ્હી ડેરડેવિલ્સ સામે 57 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ પરાજય છતા દિલ્હીને વધુ એક તક મળશે. દિલ્હી હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની વિજેતા ટીમ સામે ટકરાશે. બુમરાહે 14 રનમાં 4 વિકેટ ઝડપી હતી. મુંબઈ ઇન્ડિયન્સે છઠ્ઠી વખત આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

    દિલ્હી કેપિટલ્સ


    • અક્ષર પટેલ 42 રને આઉટ
    • સ્ટોઇનિસના 46 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે 65 રન

    • પંત 3 રને કેચ આઉટ

    • કેપ્ટન ઐયર 12 રને આઉટ

    • ધવન 00 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ

    • રહાણે 00 રને એલબી આઉટ

    • પૃથ્વી શો ખાતું ખોલાયા વિના આઉટ


    મુંબઈ ઇન્ડિયન્સ

    • ઇશાન કિશનના 30 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે 55 રન

    • હાર્દિક પંડ્યાના 14 બોલમાં 5 સિક્સર સાથે 37 રન

    • પોલાર્ડ શૂન્ય રને આઉટ

    • સૂર્યકુમાર યાદવના 38 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 51 રન

    • ડી કોકના 26 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 40 રન

    • રોહિત શર્મા પ્રથમ બોલે એલબી આઉટ

    • દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો


    દિલ્હી કેપિટલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે

    મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ
    Published by:Ashish Goyal
    First published:November 05, 2020, 19:18 pm

    ટૉપ ન્યૂઝ