રમત-જગત

  • associate partner

KKR vs SRH : શુભમન ગિલે કોલકાતાને વિજય અપાવ્યો, હૈદરાબાદનો પરાજય

News18 Gujarati
Updated: September 28, 2020, 3:23 PM IST
KKR vs SRH : શુભમન ગિલે કોલકાતાને વિજય અપાવ્યો, હૈદરાબાદનો પરાજય
શુભમન ગિલની અડધી સદી (70*), કોલકાતાનો 7 વિકેટે વિજય

શુભમન ગિલની અડધી સદી (70*), કોલકાતાનો 7 વિકેટે વિજય

  • Share this:
અબુધાબી :  બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી શુભમન ગિલની અડધી સદી (70*)ની મદદથી આઈપીએલ-13માં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 142 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગિલ 62 બોલમાં 5 ફોર અને 2 સિક્સરની મદદથી 70 રન બનાવી અણનમ રહ્યો હતો. મોર્ગન 29 બોલમાં 42 રન બનાવી અણનમ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ ઇનિંગ્સ

- શુભમન ગિલે 42 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પુરા કર્યા

- દિનેશ કાર્તિક 0 રને રાશિદ ખાનની ઓવરમાં એલબી થયો

- સુનીલ નરૈન ખાતું ખોલાયા વિના આ ઉટ

- નીતિશ રાણાએ 13 બોલમાં 26 રન બનાવ્યા- કોલકાતાએ 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા

સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ

- સાહા 30 રને રન આઉટ

- મનિષ પાંડે 51 રને આઉટ

- મનિષ પાંડેએ 35 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે ફટકારી અડધી સદી

- હૈદરાબાદે 15.1 ઓવરમાં 100 રન પુરા કર્યા

- ડેવિડ વોર્નર 36 રને આઉટ

- હૈદરાબાદે 8.2 ઓવરમાં 50 રન બનાવ્યા

- પાવરપ્લેમાં 6 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવ્યા

- બેરિસ્ટો 5 રને કમિન્સનો શિકાર બન્યો

- સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ
Published by: Ashish Goyal
First published: September 26, 2020, 8:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading