KXIP vs RCB, IPL 2020 : બેંગલોરનો કારમો પરાજય, આખી ટીમ લોકેશ રાહુલ જેટલા પણ રન ના બનાવી શકી

KXIP vs RCB, IPL 2020 : બેંગલોરનો કારમો પરાજય, આખી ટીમ લોકેશ રાહુલ જેટલા પણ રન ના બનાવી શકી
રાહુલના 69 બોલમાં 14 ફોર અને 7 સિક્સરની મદદથી 132 રન

રાહુલના 69 બોલમાં 14 ફોર અને 7 સિક્સરની મદદથી 132 રન

  • Share this:
    દુબઈ : લોકેશ રાહુલના અણનમ 132 રન બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 97 રને વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 3 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 17 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બેંગલોરની આખી ટીમ લોકેશ રાહુલના 132 રનના સ્કોરને પણ વટાવી શકી ન હતી. બેંગલોરના વોશિંગ્ટન સુંદરે સૌથી વધારે 30 રન બનાવ્યા હતા.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર


    • પડ્ડિકલ 1 રને આઉટ
    • ફિલિપ્લ ખાતું ખોલાયા વિના શમીનો શિકાર બન્યો

    • વિરાટ કોહલી 1 રને કોટ્રેલનો શિકાર બન્યો

    • એરોન ફિન્ચ 20 રને બોલ્ડ થયો

    • ડી વિલિયર્સના 18 બોલમાં 28 રન

    • બેંગલોરે 15.1 ઓવરમાં 100 રન બનાવ્યા

    • બેંગલોર 109 રનમાં ઓલઆઉટ


    કિંગ્સ ઇલેવન પંજાબ

    • રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    • પાવરપ્લેની 6 ઓવરમાં વિના વિકેટે 50 રન બનાવ્યા

    • મયંક અગ્રવાલ 26 રન બનાવી ચહલની ઓવરમાં એલબી આઉટ થયો

    • રાહુલે 36 બોલમાં 50 રન પુરા કર્યા

    • પંજાબે 12 ઓવરમાં 100 રન બનાવ્યા

    • મેક્સવેલ 5 રને શિવમ દુબેનો શિકાર બન્યો

    • રાહુલે 62 બોલમાં 12 ફોર અને 3 સિક્સર સાથે સદી ફટકારી

    • રાહુલે 69 બોલમાં 14 ફોર અને 7 સિક્સરની મદદથી 132 રન બનાવ્યા


    કિંગ્સ ઇલેવન પંજાબ : કેએલ રાહુલ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, જિમ્મી નિશામ, તેજેન્દર સિંહ, ક્રિસ જોર્ડન, કરુણ નાયર, દિપક હુડા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, શેલ્ડોન કોટ્રેલ, મયંક અગ્રવાલ, કે ગૌથમ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, હાર્ડસ વિલજોઈન, મુરુગુન અશ્વિન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે.

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન.
    Published by:Ashish Goyal
    First published:September 24, 2020, 19:06 pm

    टॉप स्टोरीज