રમત-જગત

  • associate partner

KKR vs KXIP, IPL 2020 : કિંગ્સ ઇલેવન પંજાબનો સતત પાંચમો પરાજય, હાથમાં આવેલી બાજી ગુમાવી

News18 Gujarati
Updated: October 10, 2020, 7:34 PM IST
KKR vs KXIP, IPL 2020 : કિંગ્સ ઇલેવન પંજાબનો સતત પાંચમો પરાજય, હાથમાં આવેલી બાજી ગુમાવી
દિનેશ કાર્તિક (58) અને શુભમન ગિલની અડધી સદી (57), લોકેશ રાહુલના 74, કોલકાતાનો 2 રને વિજય

દિનેશ કાર્તિક (58) અને શુભમન ગિલની અડધી સદી (57), લોકેશ રાહુલના 74, કોલકાતાનો 2 રને વિજય

  • Share this:
અબુધાબી : દિનેશ કાર્તિક (58) અને શુભમન ગિલની અડધી સદી (57) બાદ બોલરોએ અંતિમ ઓવરોમાં કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-13માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રોમાંચક મેચમાં 2 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવી શક્યું હતું. એકસમયે પંજાબે 1 વિકેટે 144 રન બનાવી લેતા જીત ભણી કૂચ કરી હતી. જોકે મયંક અને રાહુલના આઉટ થયા પછી ધબડકો થયો હતો.

કિંગ્સ ઇલેવન પંજાબ


  • મેક્સવેલ 10 રને અણનમ રહ્યો

  • મનદીપ સિંહ 00 રને આઉટ

  • રાહુલના 58 બોલમાં 6 ફોર સાથે 74 રન
  • પૂરન 16 રને નરૈનનો શિકાર બન્યો

  • મંયંકે 39 બોલમાં 6 ફોર, 1 સિક્સરની મદદથી 56 રન બનાવ્યા

  • રાહુલ અને મયંક અગ્રવાલે 14.2 ઓવરમાં 115 રનની ભાગીદારી નોંધાવી

  • રાહુલે 42 બોલમાં અને મયંકે 33 બોલમાં અડધી સદી ફટકારી


કોલકાતા નાઇટ રાઇડર્સ

  • દિનેશ કાર્તિકના 29 બોલમાં 8 ફોર, 2 સિક્સરની મદદથી 58 રન

  • શુભમન ગિલના 47 બોલમાં 5 ફોર સાથે 57 રન

  • મોર્ગન 24 રને બિશ્નોઇનો શિકાર બન્યો

  • નીતિશ રાણા 2 રને આઉટ

  • રાહુલ ત્રિપાઠી 4 રને આઉટ

  • કોલકાતાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો


કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

કિંગ્સ ઇલેવન પંજાબ : કેએલ રાહુલ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, જિમ્મી નિશામ, તેજેન્દર સિંહ, ક્રિસ જોર્ડન, કરુણ નાયર, દિપક હુડા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, શેલ્ડોન કોટ્રેલ, મયંક અગ્રવાલ, કે ગૌથમ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, હાર્ડસ વિલજોઈન, મુરુગુન અશ્વિન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે
Published by: Ashish Goyal
First published: October 10, 2020, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading