IPL 2020: અશ્વિન દિલ્હી કેપિટલ્સમાં રમશે, આટલા કરોડમાં થયો કરાર

પંજાબ અને દિલ્હી વચ્ચે અશ્વિનને લઈને ટ્રેડ પૂરો થઈ ગયો

News18 Gujarati
Updated: November 8, 2019, 3:39 PM IST
IPL 2020: અશ્વિન દિલ્હી કેપિટલ્સમાં રમશે, આટલા કરોડમાં થયો કરાર
IPL 2020: અશ્વિન દિલ્હી કેપિટલ્સમાં રમશે
News18 Gujarati
Updated: November 8, 2019, 3:39 PM IST
નવી દિલ્હી : આઈપીએલ(IPL)ની આવનાર સિઝનમાં ભારતનો સ્ટાર સ્પિનર આર.અશ્વિન (R Ashwin) કિંગ્સ ઇલેવન પંજાબના (Kings XI Punjab)બદલે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)તરફથી રમશે. પંજાબ અને દિલ્હી વચ્ચે અશ્વિનને લઈને ટ્રેડ પૂરો થઈ ગયો છે. અશ્વિનને લગભગ 7.6 કરોડ રુપિયા મળશે. જે 2018માં તેની હરાજીની કિંમત હતી.

અશ્વિનના બદલે દિલ્હીએ કર્ણાટકના સ્પિનર જગદીશ સુચિત (J Suchith)પંજાબને આપ્યો છે. સુચિતને 20 લાખની બેઝ પ્રાઇઝમાં દિલ્હીમાં સમાવેશ કર્યો હતો. સુચિત સાથે દિલ્હીએ પંજાબને દોઢ કરોડ રુપિયા પણ આપ્યા છે. દિલ્હી પહેલા પણ અશ્વિનને પોતાની સાથે જોડવા માંગતી હતી પણ પંજાબને અનિલ કુંબલેના રુપમાં નવો કોચ મળવાના કારણે આમ બની શક્યું ન હતું. કારણ કે કુંબલે અશ્વિનને ટીમમાં રાખવા માંગતા હતા. જોકે પંજાબ ટીમના કેપ્ટન તરીકે બે સિઝન ખરાબ રહેતા અશ્વિન પોતે જ દિલ્હી સાથે જોડાવવા માંગતો હતો.

આ પણ વાંચો - BCCI આઈપીએલના ખર્ચા ઓછા કરશે, 30 કરોડ રુપિયા બચાવવા કર્યો પ્લાન

પંજાબ સુચિતના બદલે ટ્રેન્ટ બોલ્ટ સાથે અશ્વિનની અદલા-બદલી કરવા માંગતા હતા. ન્યૂઝીલેન્ડના આ બોલરને દિલ્હીએ 2018માં 2.2 કરોડ રુપિયામાં પોતાની સાથે જોડ્યો હતો.

આર અશ્વિન દિલ્હી કેપિટલ્સમાં આવતા ટીમનું બોલિંગ આક્રમણ મજબૂત બન્યું છે. દિલ્હી કેપિટલ્સ પાસે રાહુલ તેવાટિયા, અમિત મિશ્રા, સંદિપ લામિછાને, જલજ સક્સેના અને અક્ષર પટેલ સહિત કુલ 6 સ્પિનર થઈ ગયા છે. 14 નવેમ્બરે આઈપીએલનો ટ્રાન્સફર વીડિયો ખતમ થઈ જશે અને પછી 19 ડિસેમ્બરે કોલકાતામાં ખેલાડીઓની હરાજી થશે.
First published: November 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...